મહેસાણામાં આડેધડ પતંગ-દોરીની ખરીદી કરશો તો છેતરાશો, રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો

મહેસાણાના સૌથી મોટા દોરી વિક્રેતા અરિહંત સિઝન સેન્ટર ઉપર તોલમાપની રેડ પડી છે. જે તોલમાપની રેડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં ગ્રાહકોને બરેલી દોરીની 900 મીટર ફિરકીમાં 254 મીટર જ દોરી આપવામાં આવતી હતી.

મહેસાણામાં આડેધડ પતંગ-દોરીની ખરીદી કરશો તો છેતરાશો, રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો

તેજસ દવે/મહેસાણા: ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિયાઓ પતંગ દોરીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ હાલ મહેસાણામાંથી એક દોરીની ખરીદીમાં ગફલો થતો હોય તેવા એક સમાચાર વાયુવેગે ફરતા થયા છે. એટલે કે મહેસાણામાં દોરી ખરીદતા પહેલા સાવધાન.

મહેસાણાના સૌથી મોટા દોરી વિક્રેતા અરિહંત સિઝન સેન્ટર ઉપર તોલમાપની રેડ પડી છે. જે તોલમાપની રેડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં ગ્રાહકોને બરેલી દોરીની 900 મીટર ફિરકીમાં 254 મીટર જ દોરી આપવામાં આવતી હતી. પરંતુ લોકો પાસેથી 900 મીટરના પૈસા વસુલાતા હતા. એક ફિરકીમાં 646 મીટર દોરી ઓછી નીકળી હતી.

તો આ જ દુકાનમાં વેચાતી શિવમ સુરતી માંજા ઘર નડિયાદની દોરી ફિરકીમાં પણ એમઆરપી કે અન્ય વિગત છાપેલી જોવા મળી નહોતી. જેણા કારણે તોલમાપ વિભાગે અરિહંત સિઝન સેન્ટરને 90000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો બી કે રોડ ઉપર પાટીદાર પતંગ ઘર, નવકાર પતંગ ભંડાર, ચામુંડા પતંગ ભંડારમાં પતંગ નંગને બદલે કોડીમાં વેંચતા હતા. કૉડી હાલ ચલણમાં નથી, જેણા કારણે ત્રણેય દુકાનદારને 6000 રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ સાથે જ તોલમાપ વિભાગે આજે મહેસાણામાં સપાટો બોલાવતા કુલ 4 વેપારીને 1.11 લાખ દંડ ફટકારાયો છે.

ક્યા ક્યા વેપારીઓને દંડ ફટકાર્યો
મહેસાણા તોલમાપ વિભાગે મળેલ ફરીયાદના આધારે દોરીના વેપારી અરિહંત ટ્રેડર્સ, જ્યારે પતંગના વેપારી પાટીદાર,  નવકાર પતંગ ભંડાર, ચામુંડા પતંગ ભંડાર સહિત ત્રણેય વેપારીઓને 6000 નો દંડ ફટકાર્યો હતો.

કોડીના ભાવે પતંગ વેચતા વેપારીને દંડ
મહેસાણામાં વેપારીઓ દ્વારા કોડી ઉપર પતંગ વેચવામાં આવતા તોલમાપ વિભાગ દ્વારા વેપારીને દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે પહેલા પતંગ કોડીના ભાવથી વેચાતા હતા, પરંતું હવે નિયમ બદલાઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news