વડોદરામાં ગેરકાયદેસર સરકારી યુરિયા વેચવાનું કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ
પોલીસે વજન કાંટો, સિલાઈ મશીન, પાવડો મળી કુલ 13.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાંથી સરકારી યુરિયાનું ગેરકાયદેસર વેચાણનું કૌભાંડ ઝડપાયું છે. ગ્રેટ યુરિયાની થેડીમાં સરકારી યુરિયા ટ્રાન્સફર કરી આરોપીએ તેને ઊંચા ભાવે વેચતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પદમલા રણોલી રેલવે સ્ટેશન પાસે આવેલા ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.
13.29 લાખનો મુદ્દામાલ ઝડપે
ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા ત્યારે ગોડાઉનમાં રહેલા ટ્રકમાં ગ્રેટ યુરિયાની થેલી અને સરકારી યુરિયાની થેલીઓ મળી આવી હતી. પોલીસે વજન કાંટો, સિલાઈ મશીન, પાવડો મળી કુલ 13.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો બે આરોપીઓ ઇમરાન વોરા અને હસમુખ પટેલની ધરપકડ પણ કરી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે