Thalassemia Certificate: લગ્ન નોંધણી અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આ સર્ટિફિકેટ ફરજીયાત જોડવું પડશે

Thalassemia Certificate: હવે ગુજરાતમાં આગામી દિવસોમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ ફરજિયાત જોડવું પડશે. રાજ્યમાં થેલેસેમિયાને વધતો અટકાવવા ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. 

Thalassemia Certificate: લગ્ન નોંધણી અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આ સર્ટિફિકેટ ફરજીયાત જોડવું પડશે

ઝી બ્યુરો/ગાંધીનગર: આગામી દિવસોમાં લગ્ન નોંધણીને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં આગામી દિવસોમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ ફરજિયાત જોડવું પડશે. રાજ્યમાં થેલેસેમિયાને વધતો અટકાવવા ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. 

લગ્ન નોંધણી વખતે જ દંપતીએ તેમનું થેલેસેમિયા છે કે નહીં તેનું માન્ય તબીબનું સર્ટિફિકેટ જોડવું ફરજિયાત કરવામાં આવ્યું છે. થેલેસેમિયા વાળા બાળકોને જન્મતા અટકાવવા માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.

નોંધનીય છે કે, થેલેસેમિયા વિશે એવું કહેવામાં આવે છે કે લગ્ન કરતા પહેલા પુરુષ અને સ્ત્રીમાંથી કોઈ પણ એકને થેલેસેમિયા હોય તો તેવા દંપતીને થેલેસેમિયાવાળું બાળક જન્મે તેવી 25 ટકા શક્યતા રહેલી છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઇનર હોય તો તેવા દંપતીને થેલેસેમિયા મેજર બાળક જન્મે તેવી 50 ટકા શક્યતા રહેલી છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે. આ કારણે જ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે લગ્ન નોંધણી વખતે થેલેસેમિયાનું સર્ટિ જોડવું. 

થેલેસેમિયા શું છે?
લોહીનો વારસાગત રોગ થેલેસેમિયાને જડમૂળથી નાબૂદ કરવા, જનજનમાં જાગૃતિનો સંચાર કરવા થેલેસેમિયા વિશે જાણકારી હોવી બહુ જ જરૂરી છે. થેલેસીમિયા એક આનુવંશિક રક્ત વિકાર રોગ છે. જેમાં શરીરમાં લાલ રક્ત કણ અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછું થઇ જાય છે. આખા શરીરમાં ઓકસીજનનું પરિવહન માટે હિમોગ્લોબિન નામના પ્રોટીન જરૂરી હોય છે. જો તે શરીરમાં ન બને તો અથવા સામાન્યથી પણ પ્રમાણ ઓછું થઇ જાય તો બાળકને થેલેસીમિયા રોગ થવાની સંભાવના રહે છે. જે લોહી ટેસ્ટ કરાયા પછી ખબર પડી શકે છે. શિશુમાં આની ઓળખ ત્રણ મહિના પછી થઇ શકે છે. બીમાર બાળકના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થવાના કારણે વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે. લોહીની માત્રા શરીરમાં ઓછું થવાથી આર્યનની માત્રા વધે છે. જેનાથી હદય, લીવર, ફેફસાંને નુકસાન પહોંચી શકે છે. તે જીવલેણ પણ બની શકે છે.

થેલેસેમિયા બાળકો માટે ફ્રીમાં બ્લડ આપવામાં આવે છે. દર વર્ષે 1 થી 1.5 કરોડનો ખર્ચો થેલેસેમિયાના બાળકો માટે કરવામાં આવે છે. આ સંસ્થા માત્ર બ્લડ જ નથી આપતી પરંતુ તે સિવાય પેરા મીટર્સ જળવાય અને આર્યન કન્ટેન્ટના વધે તે માટેની પણ સારવાર આપે છે.ઉપરાંત બાળકોને દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ દર્દીને લોહી આપતા પહેલા તમામ પ્રકારના જરૂરી ટેસ્ટ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

થેલેસેમિયાનો રોગ આમ તો ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે, પરંતુ ખાસ તો સિંધ પ્રદેશ અને કચ્છના આસપાસનાં વિસ્તારોમાં રહેતા લોકોને આ રોગ વધુ થાય છે. ગુજરાતમાં 7થી 8 હજાર લોકોને આ રોગ છે. જ્યારે અમદાવાદમાં 1000 લોકોને આ રોગ છે. વાહનમાં પેટ્રોલની જરૂર પડે છે તેવી જ રીતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને બ્લડની જરૂર પડે છે. કેટલીક વખત બ્લડની અછત સર્જાય છે પરતું થેલેસેમિયાના દર્દીઓ માટે એક આશનું કિરણ સમાન બની ગયેલી અમદાવાદની રેડ ક્રોસ સોસાયટી દ્વારા દર્દીઓને હોસ્પિટલ જેવો અનુભવ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

થેલેસેમિયા અટકાવવાના ઉપાયો
ગુજરાતમાંથી થેલેસેમિયાને જડ-મૂળથી નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર છેલ્લા 15 વર્ષથી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. આ ક્ષેત્રે ગુજરાત અનેક નવતર પહેલો અને વ્યવસ્થિત આયોજન સાથે અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલો ખાતે આવતી ગર્ભવતી બહેનોના થેલેસેમિયા ટેસ્ટ કરવાનું શરુ કર્યું છે. આજસુધીમાં ગુજરાતમાં આસરે સાત લાખ જેટલી ગર્ભવતી બહેનોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી થેલેસેમિયાગ્રસ્ત 500થી વધુ ગર્ભસ્તશિશુનો જન્મ અટકાવવામાં આવ્યો છે. ​​​​​​​

થેલેસેમિયા મેજરને નિવારવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત કોઈ કાયમી ઈલાજ નથી. થેલેસેમિયાને મૂળથી જ નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિએ લગ્ન પહેલા અથવા ગર્ભ ધારણ કરે તે પહેલા થેલેસેમિયા માઈનરનો ટેસ્ટ કરાવવો જોઈએ. માઈનરે માઈનર સાથે લગ્ન ન કરવા જોઈએ. અજાણતા લગ્ન થઇ જાય તો પણ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્ત શિશુનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો બાળક મેજર હોય તો કાયદાકીય ગર્ભપાત કરાવવું હિતાવહ છે. આમ લગ્ન પહેલા ટેસ્ટ કરાવવાથી દંપત્તિને ઘણો ફાયદો થાય છે.

ગુજરાતમાં દરવર્ષે 2થી 3 લાખ લોકોના અને અત્યારસુધીમાં કુલ 40 લાખથી પણ વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર સાથે રેડ ક્રોસ સોસાયટી, થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશન અને થેલેસેમિક ગુજરાત જેવી અનેક સંસ્થાઓ થેલેસેમિયાને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કરવાનું સરાહનીય કામ કરી રહી છે.

થેલેસેમીયા મેજર
– આ એક વારસાગત જન્મજાત જીવલેણ અને અસાધ્ય રોગ છે
– આ રોગમા બાળકને જન્મના 3 થી 18 માસમા જ લોહીના ઉણપના ચિન્હો દેખાવા લાગે છે
– આ રોગમા બાળકના લોહી બનાવનાર બન્ને કોષ ક્ષતીયુક્ત હોય છે. તેથી બાળકના લાલ કણો તૂટેલા અને ક્ષતીપૂર્ણ બને છે
– આ રોગથી પીડાતા બાળકને નિયમિત રીતે વધારાનુ લોહી ચડાવવું પડે છે અને જીવનભર પરાયા લોહી પર જીવવું પડે છે, છતા બાળકનુ આયુષ્ય સમાન્ય રીતે સરેરાશ 20 થી 25 વર્ષથી વધતુ નથી.

થેલેસેમીયા માયનોર
– થેલેસેમીયા માયનોર એ કોઈ રોગ નથી, તેથી તે કોઈ છુપાવવા જેવી બાબત છે જ નહી.
– તેના કોઈ તબીબ ચિન્હોં જોવા મળતા નથી. આથી લોહીનું પરિક્ષણ કર્યા સીવાય થેલેસમીયા માઇનોરની ખબર પડતી નથી
– થેલેસેમીયા માઇનોર કદી થેલેસમીયા મેજરમા ફેરવતો નથી
– થેલેસેમીયા માઇનોરને કોઈ જ સારવારની જરૂર નથી, તે વ્યક્તિ સમ્પૂર્ણ તંદુરસ્ત હોય છે
– થેલેસેમીયા માઇનોર વ્યક્તિમા લોહી બનાવનાર 2માથી એક કોષ ક્ષતીયુક્ત હોઇ, તે થેલેસમીયા મેજર બનવામા ભાગીદાર બને છે.

થેલેસેમીયા મેજર દર્દીના સામાન્ય લક્ષણો
થેલેસેમીયા મેજરની ખબર 3 થી 18 મહીનાનું બાળક થાય ત્યાં સુધીમાં પડી જાય છે. તેમના લક્ષણો આ પ્રમાણે હાય છે:

– ચામડીનો રંગ પીળો પડી જાય છે.
– કાઇ પણ ખાવા પીવાની ઈચ્છા થતી નથી.
– ખાધેલુ શરીરમાં ટકતુ નથી.
– વારંવાર લોહી ચડાવવું પડે છે.
– લોહીની ઉણપના કારણે હાડકાની તકલીફ તેમજ બરોળ મોટી થાય છે.
– વારંવાર લોહી ચડાવવાથી શરીરમાં લોહત્વ જમા થાય છે. તેથી શરીરના વિભિન્ન અંગો ને જેમ કે હૃદય, લિવર, કિડની ને નુકશાન પહોંચાડવાની પુરી શક્યતાઓ રહે છે.

થેલેસેમીયા માઈનરના લક્ષણો
થેલેસિમિયા માઈનર મેજરની સરખામણીમાં બહુ સામાન્ય બીમારી છે. લોહીની સામાન્ય ફીકાશ એકમાત્ર થેલેસિમિયા માઈનરના દર્દીમાં હોય છે. લોહીની ફીકાશને કારણે થાક લાગવો, અશક્તિ લાગવી વગેરે જેવા સામાન્ય લક્ષણો કેટલાક દર્દીઓમાં જોવા મળે છે પરંતુ આ સિવાય કોઈ તકલીફ થતી નથી. આ તકલીફ આગળ વધતી નથી. કોઈ દર્દીનું થેલેસિમિયા માઈનરને કારણે મોત થતું નથી.

આ બીમારીના બચવાના ઉપાય
– સમય પર દવાઓ લેવી અને લોહી ચડાવતા રહેવું
– પ્રેગનેન્સી દરમિયાન જ તેની તપાસ કરાવવી
– આજકાલ લગ્ન પહેલાં જ છોકરા-છોકરીના લોહીની તપાસ થાય છે.
– દર્દીનું હીમોગ્લોબિન 11 અથવા 12 સુધી બનાવી રાખવાની કોશિશ કરવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news