દ્વારકામાં રાહુલ ગાંધીએ 130 રૂપિયાની કાઠિયાવાડી થાળી ખાધી, આ શાક સૌથી વધારે પસંદ આવ્યું

કોંગ્રેસની ચિંતન શીબીરમાં આવેલા રાહુલ ગાંધીએ કાઠીયાવાડી ભોજનનો આનંદ લીધો હતો. એક ખાનગી રેસ્ટોરન્ટમાં સામાન્ય માણસની જેમ જ બેસીને રાહુલ ગાંધીએ કાઠીયાવાડી ભોજનનો આસ્વાદ માણ્યો હતો.  તેની સાથે અન્ય કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા હતા. તમામ કોંગ્રેસી આગેવાનોએ ભોજન લીધું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જૂન મોઢવાડીયા, અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી સહિતનાં નેતાઓ સાથે બેસીને રાહુલ ગાંધીએ ભોજન માણ્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાતી શાક, રોટલી, દાળ ભાતનો આસ્વાદ લીધો હતો. ગુજરાતી થાળી જમીને તેમણે આનંત વ્યક્ત કર્યો હતો. 

દ્વારકામાં રાહુલ ગાંધીએ 130 રૂપિયાની કાઠિયાવાડી થાળી ખાધી, આ શાક સૌથી વધારે પસંદ આવ્યું

દ્વારકા : કોંગ્રેસની ચિંતન શીબીરમાં આવેલા રાહુલ ગાંધીએ કાઠીયાવાડી ભોજનનો આનંદ લીધો હતો. એક ખાનગી રેસ્ટોરન્ટમાં સામાન્ય માણસની જેમ જ બેસીને રાહુલ ગાંધીએ કાઠીયાવાડી ભોજનનો આસ્વાદ માણ્યો હતો.  તેની સાથે અન્ય કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા હતા. તમામ કોંગ્રેસી આગેવાનોએ ભોજન લીધું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જૂન મોઢવાડીયા, અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી સહિતનાં નેતાઓ સાથે બેસીને રાહુલ ગાંધીએ ભોજન માણ્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાતી શાક, રોટલી, દાળ ભાતનો આસ્વાદ લીધો હતો. ગુજરાતી થાળી જમીને તેમણે આનંત વ્યક્ત કર્યો હતો. 

રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે, કોઇ નિર્ધારિત કાર્યક્રમ નહોતો અમને ખબર પણ નહોતી. રાહુલ ગાંધી મંદિરે દર્શન કરવા માટે ગયા તેથી અમે પણ બહાર નિકળ્યાં હતા. અચાનક રાહુલ ગાંધીનો કાફલો નિકળ્યો હતો. રાહુલ ગાંધી અચાનક અમારી તરફ વળ્યા હતા અને કાર ધીમી પાડીને અમારી હોટલમાં જમવા બેસી ગયા હતા. અમારી રેસ્ટોરન્ટની ટ્રેડિશનલ થાળ પિરસવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કાઠીયાવાડી ગુજરાતી થાળીનો આસ્વાલ લીધો હતો. તેમને સેવ ટમેટાનું શાક ખુબ જ પસંદ પડ્યું છે. તેઓ રેસ્ટોરન્ટમાં ભોજન લઇને ખુશ થયા હતા અને ગયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કાઠીયાવાડી થાળીના વખાણ કર્યા હતા. તેઓએ હોટલની અચાનક મુલાકાત લીધી હતી જેના કારણે હોટલ માલિક અને આસપાસના લોકો પણ ખુશ થઇ ગયા હતા. રાહુલ ગાંધીનું અસલ કાઠીયાવાડી સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાઠીયાવાડી ભાણુ પણ તેમને જમાડવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news