પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, ટ્રેનમાં લાંબુ વેઈટિંગ, બસ-ફ્લાઇટની ટિકિટ મોંઘી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભમાં જવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. હજુ પણ અનેક લોકો મહાકુંભમાં જવા ઈચ્છે છે. લોકોની ઉત્સુકતા જોઈને ટુર ઓપરેટરો પણ સ્તબ્ધ થઈ ગયા છે. 

 પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, ટ્રેનમાં લાંબુ વેઈટિંગ, બસ-ફ્લાઇટની ટિકિટ મોંઘી

અમદાવાદઃ આસ્થાના મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે...અત્યાર સુધી કરોડોથી વધુ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી દીધી અને હજુ પણ કરોડો પાવન નગરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. વિશ્વનો કોઈ પણ ખૂણો હોય કે પછી દેશની કોઈ જગ્યા...જ્યાં ગુજરાતીઓ ન જાય તેવું ક્યારેય ન બને...મહાકુંભામાં પણ લાખોની સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે...ગુજરાત સરકારે ગુજરાતીઓ માટે શું કરી છે ખાસ વ્યવસ્થા?...જુઓ આ અહેવાલમાં....

દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર જેના પર ટકી છે અને વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિક અને મેનેજમેન્ટના માધાતાઓ આચશ્ચર્યચકીત થઈ ગયા છે તે આસ્થાના મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે...દેશમાંથી સૌને પ્રયાગરાજ જવું છે. જે જઈને આવ્યું તેના આનંદનો કોઈ પાર નથી...તો જે જવા ઈચ્છી રહ્યું છે તેને ટિકિટ નથી મળી રહી...તો કેટલાક જઈ શકે તેવી સ્થિતિમાં નથી તેઓ મનમાં દુઃખી છે. કારણ કે આસ્થાનો આ મહાકુંભ 144 વર્ષે આવ્યો છે. ખાસ સંયોગ આ વખતે પ્રયાગરાજમાં જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાંથી હાલ શ્રદ્ધાળુઓનો એટલો ધસારો પ્રયાગરાજ જવા માટે જોવા મળી રહ્યો છે કે ટુર ઓપરેટર પણ કોઈને કન્ફોર્મેશન આપી શક્તા નથી...ફ્લાઈટની ટિકિટોના ભાવ તો આસમાને છે...છતાં પણ અનેક લોકો જે ભાવ હોય તે ભાવે જવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ છીએ કે ધાર્મિક યાત્રામાં મોટી ઉંમરના લોકો વધારે જતાં હોય છે...જ્યારે યુવા વર્ગ ધાર્મિક યાત્રાએ ઘણો ઓછો જતો હોય છે...પરંતુ પ્રયાગરાજ મહાકુંભમાં તો વૃદ્ધ કરતાં વધુ યુવાનો જવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

ભાડા ચોક્કસ વધેલા છે પરંતુ શ્રદ્ધાળુઓનો આસ્થા એટલી છે કે ભાડુ ગમે તેટલું કેમ ન હોય...સૌને આસ્થાના આ મહાકુંભમાં ડૂબકી લગાવવી છે. ગુજરાત સરકારે પણ પ્રયાગરાજમાં ખાસ ગુજરાત પેવેલિયન ઉભુ કર્યું છે...જેમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે...તેની વાત કરીએ તો.... 24 કલાક હેલ્પ ડેસ્ક સેવા મળી રહી છે, ટોલ ફ્રી નંબર 1800-180-5600 જાહેર કરાયો છે, ગુજરાતના પ્રવાસન સ્થળોની ઝાંખી તૈયાર કરાઈ, ગુજરાતી હસ્તકલાના વારસા વિશે જાણી શકાય છે, ગુજરાતના વિવિધ સ્ટોલ ઉભા કરાયા છે, શુદ્ધ ગુજરાતી ભોજનનો આનંદ માણી શકાય છે....

મહાકુંભમાં ગુજરાતી પેવેલિયન 
24 કલાક હેલ્પ ડેસ્ક સેવા મળી રહી છે
ટોલ ફ્રી નંબર 1800-180-5600 જાહેર કરાયો છે
ગુજરાતના પ્રવાસન સ્થળોની ઝાંખી તૈયાર કરાઈ
ગુજરાતી હસ્તકલાના વારસા વિશે જાણી શકાય છે
ગુજરાતના વિવિધ સ્ટોલ ઉભા કરાયા છે
શુદ્ધ ગુજરાતી ભોજનનો આનંદ માણી શકાય છે

આસ્થાનો આ મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. હવે બે શાહી સ્નાન બાકી છે જેમાં 29 જાન્યુઆરી અને 26 ફેબ્રુઆરી યોજાવાનું છે...આ સ્નાન માટે જ ગુજરાતીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news