ડિજિટલ અરેસ્ટના નામે સાયબર ફ્રોડ કરનારા લોકોને રાજકોટના જુવાનિયાએ આપી ધોબીપછાડ

સાયબર માફિયાઓ અલગ અલગ કિમિયાઓ દ્વારા લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવી તેના પાસે મોટા પ્રમાણમાં રૂપિયા પડાવતા હોય છે. ત્યારે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે અલગ અલગ કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યા છે...

ડિજિટલ અરેસ્ટના નામે સાયબર ફ્રોડ કરનારા લોકોને રાજકોટના જુવાનિયાએ આપી ધોબીપછાડ

દિવ્યેશ જોશી/રાજકોટ: ડિજિટલ અરેસ્ટના નામે સાયબર ફ્રોડ કરનારા લોકોને રાજકોટના યુવાને પછડાટ આપી છે. મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાના નામે રૂપિયા માગનાર ગેંગનું સ્ટિંગ ઓપરેશન કર્યું. યુવાનની સતર્કતાના કારણે લાખોના સપના જોતી ગેંગ ખાલીહાથ રહી ગઈ હતી.

  • રાજકોટના યુવાનને ડિજિટલ એરેસ્ટમેન્ટના નામે આવ્યો ફોન..
  • સમગ્ર વાતચીતનું કરવામાં આવ્યું સ્ટીંગ ઓપરેશન..
  • ઠગ સાયબર માફિયાઓ કેવી રીતે લોકોને કરે છે હેરાન???
  • કેવા પ્રકારની મોડેસ ઓપરેન્ડી હોય છે??
  • લોકો જાગૃત બને તે માટે કરવામાં આવ્યું સ્ટિંગ..
  • ડિજિટલ એરેસ્ટમેન્ટના નામે લોકોને ઠગવામાં આવે છે..

સાયબર માફિયાઓ અલગ અલગ કિમિયાઓ દ્વારા લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવી તેના પાસે મોટા પ્રમાણમાં રૂપિયા પડાવતા હોય છે. ત્યારે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે અલગ અલગ કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ ભેજાબાજ સાયબર માફિયાઓ પાસે એવા પ્રકારના કીમિયા હોય છે કે જેની માયાજાળમાં અનેક લોકો આવી જાય છે. ત્યારે હાલમાં ડિજિટલ એરેસમેન્ટના નામે અનેક લોકોના લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના યુવાને ડિજિટલ એરેસમેન્ટના નામે સાઇબર માફિયાઓની કેવા પ્રકારની મોડેશ ઓપરિંડી હોય છે તે સમગ્ર બાબતનું કર્યું સ્ટિંગ ઓપરેશન.

તમારું સીમકાર્ડ ત્રણ થી ચાર કલાકમાં બંધ થશે..
રાજકોટનો વિજય ગજેરા નામના યુવાનને ટ્રાયના નામથી ફોન આવ્યો હતો કે તમારું સીમકાર્ડ ત્રણ થી ચાર કલાકમાં બંધ થવાનું છે આ બાબતે તમારે જનપ્રતિનિધિ સાથે સંપર્ક કરવો હોય તો નવ નંબરનું બટન દબાવવાનું રહેશે ત્યારબાદ જનસંપર્ક અધિકારીએ તમારું નામ મનીલોન્ડ્રિંગ કેસમાં હોવાથી તમારું કાર્ડ બંધ કરવામાં આવે છે . આ અંગે વધુ માહિતી મેળવી હોય તો તમારા ફોનને પોલીસ અધિકારી સમક્ષ ટ્રાન્સફર કરી આપુ..

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં તમારા ત્રણ બેંક ખાતાનો ઉપયોગ થયો છે..
પોલીસ અધિકારીને જ્યારે ફોન ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે ત્યાં એક આખું કંટ્રોલ રૂમનું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હોય છે જ્યાં વીડિયો કોલના મારફતે ખાખી કલરના કપડામાં ડુપ્લીકેટ પોલીસની અવરજવર બતાવવામાં આવતી હોય છે તેમજ વાયરલેસના અવાજ પણ સંભળાવતા હોય છે. ત્યારબાદ આ સાયબર માફીયાઓ વિડીયો કોલના માધ્યમથી પોતાના ફ્રોડનો શિકાર બનનારને એક રૂમમાં જવાનું કહે છે અને ત્યાં 360 ડિગ્રી કેમેરો બતાવવાનું કહે છે કે તે રૂમમાં તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ છે કે નહીં ત્યારબાદ પોલીસ અધિકારી જણાવે છે કે તમારા આધાર કાર્ડ થી અલગ અલગ ત્રણ બેંકમાં ખાતા છે અને આ ખાતા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ઉપયોગ થયો છે. ત્યારબાદ પોલીસ અધિકારી જણાવે છે કે તમારે કેટલા બેંક ખાતા છે?? યુપીઆઈ કે નેટબેન્કિંગ થી કયા કયા વ્યવહારો કર્યા છે?? તે તમામ બાબતની માહિતી મેળવી લે છે..

લાખો રૂપિયા ઈડી વોલેટ નામે ખંખેરે છે.
તમામ પ્રકારની માહિતી મેળવી લીધા બાદ પોલીસ અધિકારી તેના ઉપરી અધિકારી તરીકે એસીપી,ડીસીપી સહિતના સાથે વાત કરાવે છે અને તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં જોડાયું છે અથવા તો દેશ વિરોધી પ્રવૃત્તિમાં છે જેથી તમે મોટા ગુનેગાર છો અને તાત્કાલિક તમારી ધરપકડ કરવામાં આવશે જો આ ધરપકડથી બચવું હોય તો તમારે અમુક નક્કી કરાયેલા રૂપિયા ઇડીનું જે વોલેટ છે તેમાં ટ્રાન્સફર કરવાના રહેશે તમે નિર્દોષ નીકળશો તો આ તમામ રૂપિયા તમને ઈડી કે ભારત સરકાર પરત આપી દેશે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી દરરોજના કેટલાય લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવે છે જેથી રાજકોટના યુવાને લોકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ફ્રોડનો શિકાર ન બને તે હેતુથી આ સમગ્ર ઘટનાનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું

કાયદામાં ડિજિટલ એરેસમેન્ટની જોગવાઈ જ નથી..
ડિજિટલ એરેસમેન્ટનું સ્ટીંગ ઓપરેશન કરનાર રાજકોટનો યુવાન વિજય ગજેરાએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વાસ્તવમાં આપણા બંધારણમાં અને કાયદામાં ક્યાંય પણ ડિજિટલ એરેસમેન્ટ નામની જોગવાઈ જ નથી તો લોકોએ જાગૃત થવું જરૂરી છે. સાયબર માફિયાઓ જ્યારે તમારા પાસેથી ઓનલાઈન ફરિયાદ કે જુબાની લેવાનો આગ્રહ રાખે તો તુરંત જ નજીકના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો ઉપરાંતમાં ટ્રાય ક્યારેય પણ તમારું સીમકાર્ડ બંધ થઈ જવાનું છે તે પ્રકારનો ફોન કરતું નથી આવા અનેક પ્રકારના સાયબર માફિયાઓના કીમિયાઓથી લોકોએ જાગૃત થવું જરૂરી છે

ડિજિટલ અરેસ્ટ કઈ-કઈ રીતે કરાય છે?

ન્યૂડ કૉલ 
કૉલના એક તરફ ન્યૂડ મહિલાનો ફોટો હોય છે બીજો વ્યકિત ફોન ઉપાડે તો ન્યૂડ કોલ પર વાત કરતા હોય તે રીતે સ્ક્રીનશોર્ટ લઈ લેવામાં આવે છે પછી સ્ક્રીન શોર્ટ વાયરલ કરવાની ધમકી અપાય છે

પાર્સલની વાત 
લોકોને કૉલ કરીને કહેવામાં આવે છે કે તેમનો પાર્સલ આવ્યો છે તેને સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરી લીધો છે. પાર્સલ છોડાવવા માટે રૂપિયા આપવા પડશે

સંબંધીઓની વાત
કૉલ કરીને કહેવામાં આવે છે કે તમારા નજીકના સંબંધીની કોઈ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અથવા સંબંધીનો અકસ્માત થયો હોય તેવું પણ કહેવાય છે. રૂપિયા આપશો તો જ તમારા સંબંધીની મદદ થશે

અધિકારી હોવાનું નાટક 
સાયબર માફિયાઓ પોલીસ અથવા કોઈ ઓફિસર બનીને કોલ કરે છે અને કહે છે તમારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કેસને ક્લોઝ કરવા માટે રૂપિયા આપવા પડશે તેવું કહે છે આરોપીઓ પોલીસની વર્દી પહેરેલા હોય છે

ડિજિટલ ઠગાઈનો મોડ્યૂલ

પ્રથમ લેવલ
પ્રથમ લેવલમાં ઠગ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે સિમ કાર્ડથી ઠગાઈને અંજામ અપાય છે

દ્વિતિય લેવલ
આ એ લોકોનું ગ્રુપ હોય છે જે બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરે છે. આ લોકો ગરીબ અને મજૂરોને લાલચ આપી તેમના બેન્ક એકાઉન્ટના નંબર બદલી પોતાના સિમ કાર્ડવાળા નંબર નાખી દે છે 

ત્રીજો લેવલ
આ લોકો નકલી ફોન નંબર અને નકલી એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરી ઠગાઈ કરે છે. આ ત્રીજા લેવલના લોકો એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. જેના કારણે રૂપિયા ટ્રેસ કરવામાં મૂશ્કેલી પડે છે

ચોથો લેવલ
પ્રથમ, દ્વિતિય અને ત્રીજા લેવલના લોકોની ભર્તી આ ચોથા લેવલના લોકો કરે છે. મોટા ભાગે આ લોકો દેશની બહાર હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news