રાજકોટ: ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓને મળશે આ નાસ્તો, અગાઉ ઉડ઼ાવી હતી મજાક

શહેરમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. આગામી ૭ નવેમ્બર ના રોજ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ ટી-૨૦ મેચ યોજાવા જઈ રહી છે

રાજકોટ: ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓને મળશે આ નાસ્તો, અગાઉ ઉડ઼ાવી હતી મજાક

રાજકોટ: શહેરમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. આગામી ૭ નવેમ્બર ના રોજ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ ટી-૨૦ મેચ યોજાવા જઈ રહી છે. મેચને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 4 નવેમ્બરના રોજ બન્ને ટિમ રાજકોટ આવી પહોંચશે. રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી ૭ નવેમ્બર ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ યોજાવા જઈ રહી છે. જેને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. ટી-૨૦ મેચને લઇ સમગ્ર રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. 4 નવેમ્બરના રોજ બંન્ને ટિમ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. જેમાં ભારતની ટિમ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકાણ કરશે. જ્યારે બાંગ્લાદેશની ટિમ યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પેરીયલ હોટેલ ખાતે રોકાણ કરશે. ટિમને આવકારવા માટે બન્ને હોટેલની બહાર ટિમ અને ટીમના ખેલાડીઓના કટ આઉટ મુકવામાં આવ્યા છે અને આવતીકાલે ટીમને ગુજરાતી રીત રિવાજ મુજબ આરતી ટીકા કરી સ્વાગત કરવામાં આવશે.

કેવો હશે રૂમ શુ હશે સુવિધા.?
ભારતીય ટિમ ના સુકાની રોહિત શર્મા ને ખાસ સ્યુટ રૂમ ફાળવવામાં આવ્યો છે. જેમાં રૂમમાં પ્રવેશતા મિટિંગ રૂમ આપવામાં આવ્યો છે સાથે જ રૂમની અંદર 30 MBPSની સ્પીડ ધરાવતો ઈન્ટરનેટ પ્લાન આપવામાં આવ્યો છે જેના કારણે 3 થી 4 ડીવાઇઝ કનેક્ટ કરી શકાય. ઉપરાંત રૂમમાં બેડ પર રોહિત શર્માના ફોટોગ્રાફ્સના પીલો મુકવામાં આવ્યા છે. જ્યારે અન્ય ખેલાડીઓના રૂમમાં પણ ઈન્ટરનેટ ફેસિલિટી , રીડિંગ સ્પેસ , સોફા અને ટેલિવિઝનની સુવિધા આપવામાં આવશે. સાથે જ તમામ ખેલાડીઓને તેમના ફોટોગ્રાફ્સ વાળો કોફી મગ કપ હોટેલ દ્વારા આપવામાં આવશે.

ભારતીય ખેલાડીઓ નાસ્તામાં ગાંઠિયા અને ઢોકળા અપાશે
ભારતીય ક્રિકેટ ટિમ આ અગાઉ પણ 3 વખત ફોર્ચ્યુન હોટેલમાં રોકાણ કરી ચુકી છે. સમયે હોટેલ તરફથી નાસ્તામા આપવામાં આવેલ ગુજરાતીના સ્પેશિયલ ગાંઠિયા અને ઢોકળા ખેલાડીઓને પસંદ આવ્યા હતા. જે ફરી આ વખત પણ ગાંઠિયા અને ઢોકળા આપવામાં આવશે, ઉપરાંત 5 દિવસના ડેઝર્ટ ચાર્ટ મુજબ જમવાનું પીરસવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઢોકળા, ખાખરા, ગાંઠીયા વગેરે ગુજરાતી નામોની ઘણી ફિલ્મોમાં મજાક પણ ઉડાવવામાં આવી છે પરંતુ ભારતીય ખેલાડીઓને આ હેલ્દી નાસ્તો ખુબ જ પસંદ પડે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news