IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
RCB IPL 2025: IPL મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. તે પહેલા તમામ ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. દર વખતની જેમ આ વખતે પણ બધાની નજર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પર છે.
Trending Photos
RCB IPL 2025: IPL મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. તે પહેલા તમામ ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. દર વખતની જેમ આ વખતે પણ બધાની નજર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પર છે. RCBએ વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલને રિટેન કર્યા છે. RCB પ્રથમ આઈપીએલ ટાઈટલની શોધમાં છે. આ માટે RCB નવેસરથી ટીમ અને કોચિંગ સ્ટાફને તૈયાર કરી રહ્યી છે.
RCBને નવો બોલિંગ કોચ મળ્યો
RCBએ મુંબઈની ટીમને રણજી ચેમ્પિયન બનાવનાર ઓમકાર સાલ્વીને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ઓમકાર ડોમેસ્કિટ લેવલ પર ખૂબ જ પ્રખ્યાત છે અને તે કોલકાતા નાઈટ રાઈડર્સનો સહાયક કોચ પણ રહી ચૂક્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર ઓમકારને આગામી સિઝન માટે RCB દ્વારા બોલિંગ કોચ તરીકે પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પાસે ઘણો અનુભવ છે અને તેમણે IPL ફ્રેન્ચાઈઝી સાથે પણ કામ કર્યું છે. RCB ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.
ભૂતપૂર્વ ભારતીય બોલરનો છે ભાઈ
સાલ્વી ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આવિષ્કર સાલ્વીનો ભાઈ છે. તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈની ટીમે ગત સિઝનમાં રણજી ટ્રોફી જીતી હતી અને તેઓ એવા કોચ તરીકે જાણીતા છે જે પડદા પાછળ રહેવાનું પસંદ કરે છે. સાલ્વીએ 2005માં મધ્યપ્રદેશ સામે રેલવે માટે માત્ર એક જ લિસ્ટ A ગેમ રમી હતી.
કાર્તિક સાથે કર્યું છે કામ
RCBએ તેના પૂર્વ ખેલાડી દિનેશ કાર્તિકને IPL 2025 માટે ટીમમાં સામેલ કર્યો છે. દિનેશ કાર્તિકને બેટિંગ કોચ અને મેન્ટર બનાવવામાં આવ્યો છે. કાર્તિક અને સાલ્વી અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સમાં સાથે કામ કરી ચૂક્યા છે.
નવા કેપ્ટનની શોધમાં છે RCB
RCB ટીમમાં હાલમાં કોઈ કેપ્ટન નથી. ગત સિઝનમાં RCBને પ્લેઓફ સુધી પહોંચાડનાર કપ્તાન ફાફ ડુપ્લેસીસને રિટેન કરવામાં આવ્યો નથી. મળતી માહિતી અનુસાર વિરાટ કોહલી ફરીથી ટીમની કમાન સંભાળી શકે છે. RCBની ટીમ હરાજીમાં કેએલ રાહુલ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને નિશાન બનાવશે. ત્રણેયને IPLમાં કેપ્ટનશિપનો અનુભવ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે