ગુજરાતમાં 3 દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહેવાની ખોટી અફવા ફેલાઈ, અનેક શહેરોમાં 144ની કલમ લાગુ
ગુજરાતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને અનેક શહેરોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. ધીરે ધીરે આ તોફાનો અનેક શહેરોમાં ફેલાઈ રહ્યાં છે. આ હિંસક તોફાનોમાં સોશિયલ મીડિયાનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ખોટી અફવા ફેલાઈ છે.
Trending Photos
અમદાવાદ :ગુજરાતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને અનેક શહેરોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. ધીરે ધીરે આ તોફાનો અનેક શહેરોમાં ફેલાઈ રહ્યાં છે. આ હિંસક તોફાનોમાં સોશિયલ મીડિયાનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ખોટી અફવા ફેલાઈ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઇન્ટરનેટ બંધ કરવાના ત્રણ દિવસના ઓર્ડર છૂટ્યાનો હોવાનો ઈન્કાર કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈન્ટરનેટ બંધ થયાની વાત તદ્દન ખોટી હોવાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાલ રાજ્યભરમાં ઈન્ટરનેટ સર્વિસ યોગ્ય રીતે ચાલી રહી છે.
અફવાઓ ન ફેલાવે
ગુજરાતમાં ઈન્ટરનેટ બંધ થયાની અફવા ‘હવા’ કરતા પણ વધુ ફાસ્ટ ફરી રહી છે. ઈન્ટરનેટના માધ્યમથી અમદાવાદના હિંસક તોફાનો વાયુવેગે ફેલાઈ ગયા હતા. સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ પણ બાબત વાયરલ થતા વાર લાગતી નથી, ત્યારે ઈન્ટરનેટ બંધ થયાના સમાચાર પણ વાયુવેગે ફેલાયા હતા. જોકે, આ સમાચાર ખોટા સાબિત થયા હતા. કેટલાક ટિખળખોરોને કારણે સોશિયલ મીડિયા પર એક કોપી ફરી રહી છે, જેમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ બંધ રહેશે તેવુ લખાયું છે. જોકે, ગુજરાતના કોઈ પણ શહેરોમાં ઈન્ટરનેટ બંધ નથી. વોટ્સએપ અને ફેસબુક પર આ કોપી ફરી રહી છે. પોલીસનું કહેવુ છે કે, ગુજરાતમાં એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી, જેથી ઈન્ટરનેટ બંધ કરી શકાય. ત્યારે કોણ છે આ લોકો જેઓ આ મેસેજ ફેલાવી રહ્યા છે તે તપાસનો વિષય છે.
જરૂર પડી તો જ ઈન્ટનેટ બંધ થશે
ત્રણ દિવસ ઈન્ટરનેટ બંધ થયાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. રાજ્યના એડીજીની સત્તા અપાઈ કે, મોબાઈલ કંપનીઓને કહી જ્યાં એવી પરિસ્થિતિને કાબુ લેવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી શકાય છે. ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે જરૂર પડે તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવી દેવાની પણ સત્તા આપી છે. હાલ આ ખોટા સમાચાર દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજથી 22 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ કરી શકે તેવી સત્તા અપાઈ છે. જો જરૂર પડશે તો પોલીસ ગ્રસ્ત વિસ્તાર પૂરતો ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે.
રાજકોટ અને સુરતમાં 144ની કલમ લાગુ
લોકની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત અને રાજકોટમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ, રાજકોટમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા નહિ થવા કલમ 144ની કલમ લગાવાઈ છે. તો સભા સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ, સુરત શહેરમાં પણ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. સુરતમાં કલમ 144 લાગુ કરતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે