Jam Nagar Lok Sabha Chunav Result: જામનગરમાં ફરી ભાજપે કરી જમાવટ, પૂનમ માડમની શાનદાર જીત

સતત બે ટર્મથી જામનગર બેઠક પર જીતતા આવતા પૂનમ માડમને ભાજપે આ વખતે પણ ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસ તરફથી જે.પી.મારવિયાને ટિકિટ આપવામાં આવી છે. જામનગરન બેઠક પર કુલ 1813913 મતદાતાઓ છે, જેમાંથી 929896 પુરુષ તો 883981 મહિલા મતદારો છે. જ્યારે 36 ટ્રાન્સ જેન્ડર મતદાતાઓ છે. આ લોકસભા બેઠકમાં કુલ 1879 મતદાન મથકો છે, જેમાંથી 386 મતદાન મથકો સંવેદનશીલ છે.

Jam Nagar Lok Sabha Chunav Result: જામનગરમાં ફરી ભાજપે કરી જમાવટ, પૂનમ માડમની શાનદાર જીત
  • ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસના જે.પી.મારવીયાની ટક્કર; આહિર વર્સિસ પાટીદારનો જંગ
  • જામનગર લોકસભા બેઠક પર માડમ સામે મારવિયા મેદાનમાં, ભાજપે 7 તો કોંગ્રેસે 5 વખત અહીં મેળવી છે જીત
  • જામનગર રૂરલ, જામજોધપુરમાં કોંગ્રેસ તો ખંભાળિયા, દ્વારકામાં ભાજપ તરફી મતદાનનો સંકેત, જામનગર સાઉથ ભરેલું નાળિયેર
  • જામનગર લોકસભા બેઠકની અંતર્ગત આવે છે 7 વિધાનસભા મતવિસ્તાર, દરેકનું છે જુદું રાજકીય ગણિત

Jamnagar Lok Sabha Election Result 2024: પહેલા એક તરફી લાગતી ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બાદ ભારે રસાકસીભરી સ્થિતિમાં ફેરવાઈ ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને જામનગરમાં ખરાખરીનો જંગ જામ્યો હતો. ક્ષત્રિય મતદાતાઓના પ્રભુત્વવાળી બેઠક પર શું પરિણામ આવશે તે વાતથી સૌ કોઈ ટેન્શનમાં છે. જાણો જામનગરમાં ફરી પૂનમ માડમ ભાજપને જીત અપાવીને જમાવટ કરશે કે પછી આ વખતે કોંગ્રેસના મારવિયા મારશે બાજી....

જામનગરમાં પૂનમ માડમ સામે જે.પી. મારવિયા મેદાનમાં-
સતત બે ટર્મથી જામનગર બેઠક પર જીતતા આવતા પૂનમ માડમને ભાજપે આ વખતે પણ ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસ તરફથી જે.પી.મારવિયાને ટિકિટ આપવામાં આવી છે. જામનગરન બેઠક પર કુલ 1813913 મતદાતાઓ છે, જેમાંથી 929896 પુરુષ તો 883981 મહિલા મતદારો છે. જ્યારે 36 ટ્રાન્સ જેન્ડર મતદાતાઓ છે. આ લોકસભા બેઠકમાં કુલ 1879 મતદાન મથકો છે, જેમાંથી 386 મતદાન મથકો સંવેદનશીલ છે.

પૂનમ માડમની પ્રોફાઈલઃ
ઉમેદવારઃ ભાજપ
ઉંમરઃ 49
અભ્યાસ : B.Com.
રાજકીય પ્રોફાઈલ: 2012માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને ધારાસભ્ય બન્યા. ભાજપમાં જોડાતાં ગણતરીની કલાકોમાં જ ખંભાળિયાથી ટિકિટ મળી.
કેમ ટિકિટ આપી : આહિર સમાજ પર મજબૂત પક્કડ, પાર્ટી લેવલે છેવાડા સુધીનું કામ. ગઈ ચૂંટણીમાં હાલ કરી હતી ચૂંટણીમાં હાલ કરી હતી ભવ્ય જીત.

જે. પી. મારવીયાની પ્રોફાઈલઃ
ઉમેદવારઃ 42
અભ્યાસઃ B.Com. LLB.
રાજકીય પ્રોફાઈલ: કાલાવડ યુથ કોંગ્રેસ પ્રમુખ. જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા. જિ.પં.માં પૂર્વ કારોબારી ચેરમેન કાલાવડ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર.
કેમ ટિકિટ મળી: લેઉવા પાટીદાર ચહેરો, 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય, રાજકારણનો અનુભવ.

જ્યારે હાલાર તરીકે ઓળખી હતી જામનગર...
જામનગર લોકસભા બેઠક હાલાર બેઠકથી ઓળખાતી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી જેમાં પ્રથમ સાંસદ મેજર જનરલ એમ.એસ હિંમતસિંહ હતી. તેઓ બીનહરીફ આ બેઠક પરથી જીત મેળવી હતી.વર્ષ 1957માં બોમ્બે બેઠકના વિજેતા ઉમેદવાર જયસુખભાઇ હાથી હતા. વર્ષ 1962માં જામનગર બેઠર અસ્તિત્વમાં આવી હતી. જામનગર બેઠક જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે પ્રથમ સાંસદ તરીકે મનુભાઇ શાહ હતા. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય પક્ષના બે ઉમેદવાર જીત મેળવી હતી. આ બે ઉમેદવારમાં વર્ષ 1967માં સ્વાતંત્ર પક્ષમાંથી એન.ડોન્ડેકર જીત મેળવી હતી. જ્યારે વર્ષ 1977માં બીએલડીમાંથી વિનોદભાઇ શેઠ વિજેતા બન્યા હતા.

જામનગરનો ઈતિહાસઃ
જામનગરની સ્થાપના 1540માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના તે સમયમાં આવતા દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું. જામનગર જિલ્લામાં 3 પ્રાંત, 6 તાલુકાઓ, 421 ગામ, 1 મહાનગરપાલિકા, 3 નગરપાલિકાઓ આવેલી છે. જામનગરમાં કુલ 14,70,952 મતદાતાઓ છે. જેમાંથી 7, 71,003 પુરૂષો અને 6,99,937 મહિલાઓ છે. 2019માં લોકસભા સીટ પર પુનમબેન માડમ ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે તેને રિપિટ ઉમેદવાર બનાવ્યા છે.

જામનગરનું રાજકીય મહત્ત્વઃ
જામનગર લોકસભા બેઠક રાજકીય રીત મહત્વની માનવામાં આવે છે. દરિયાકાંઠે વસેલું જામનગર ઉઘોગક્ષેત્રે પણ જાણીતુ બન્યુ છે. અહી રિલાયન્સ કંપનીની મોટી રિફાઇનરી પણ આવેલી છે. આ ઉપરાંત નાના મોટા ઉઘોગને લીધે જામનગર ગુજરાતનું મહત્વનું શહેર છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં જામનગર લોકસભા સીટ ઘણી મહત્વની છે. આ બેઠક પર અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ આ બેઠક પર 7 વાર જીત મેળવી ચુક્યુ છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ જંગી મતોથી જીતવા માટે જાહેરાત કરી છે. આ બેઠક પર છેલ્લા બે ટર્મથી ભાજપના ઉમેદવાર પૂનમ માંડમ જીત મેળવતા રહ્યા છે. આ વખતે પણ ભાજપે પૂનમ માડમને રિપીટ કર્યા છે.

જામનગર લોકસભામાં આવે છે 7 વિધાનસભાઃ
જામનગર લોકસભા સીટમાં 7 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. જેમાં કાલાવડ, જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી આહિર નેતા પૂનમ માડમ તો કોંગ્રેસ તરફથી લેઉવા પાટીદાર જે પી મારવિયા મેદાનમાં હતાં. આ લોકસભા સીટમાં કુલ 18.18 લાખ મતદાતાઓ છે.

જામનગર સાઉથ ભરેલું નાળિયેર, મતદારો નક્કી કરશે કોણ બનશે સાંસદ?
નિષ્ણાતોના મતે જામનગર સાઉથ વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસને અનુમાન લગાવવામાં મુશ્કેલી લાગી રહી છે. આ સીટ ભરેલા નાળિયેર સમાન છે. અહીંથી જે પાર્ટીને લીડ મળશે તે જામનગર લોકસભા સીટ પર વિજેતા જાહેર થઈ શકે છે. આ સિવાય મુસ્લિમ સમુદાયે કેટલા પ્રમાણમાં વોટિંગ કર્યું છે એ પણ એક ફેક્ટર જોવું રહ્યું.

જામનગર લોકસભા બેઠકનું જ્ઞાતિનું ગણિતઃ
લોકસભા બેઠક જામનગરઃ
કુલ જનસંખ્યા21,60,675
શહેરી વસ્તી (%) 45
ગ્રામીણ વસ્તી (%)55
અનુસૂચિત જાતિ (%)8
અનુસૂચિત જનજાતિ (%)1
જનરલ / ઓબીસી (%)91
હિંદુ (%)85-90
મુસ્લિમ (%)5-10
ઈસાઈ (%)0-5
શીખ (%) 0-5
બૌદ્ધ (%)0-5
જૈન (%)0-5
અન્ય (%) 0-5

પાટીદાર, આહિર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ-
જામનગર લોકસભા બેઠક પર આહીર અને પાટીદાર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પર મોટા ભાગે પાટીદાર,ક્ષત્રિય અને આહીર સમાજમાંથી આવતા ઉમેદવારની જીત થઇ હતી. જામનગર લોકસભા બેઠકમાં આહીર અને પાટીદાર મતદારો નિર્ણાયક માનવામાં આવે છે. આ લોકસભા બેઠકમાં જામનગરગ્રામિણ, કાલાવાડ, જામજોઘપુર, ખંભાળીયા, દ્વારકા, જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. છેલ્લા બે ટર્મથી આ બેઠક પર આહિર સમાજમાંથી આવતા પૂનમબેન માંડમ સાંસદ બન્યા છે.

જામનગરની લોકસભા ચૂંટણીનો ઈતિહાસઃ
જાણો અત્યાર સુધી જામનગરમાં કોણ-કોણ બન્યુ સાંસદ...

વર્ષ  જીતેલા ઉમેદવાર    પક્ષ  હારેલા ઉમેદવાર    પક્ષ
1962  મનુભાઇ શાહ  INC   મગનલાલા જોષી      SWA
1967  એન.ડાન્ડેકર       SWA   એમ.એમ શાહ   INC
1971  દોલતસિંહ જાડેજા   INC   જગુભાઇ દોશી SWA
1977  વિનોદભાઇ શેઠ      BLD   દોલતસિંહ જાડેજા   INC
1980  દોલતસિંહ જાડેજા   INC   વિનોદભાઇ શેઠ      JNP
1984  દોલતસિંહ જાડેજા   INC   ચેલુભાઇ રામભાઇ    IND
1989  ચંદ્રેશ કોરડીયા   BJP   દોલતસિંહ જાડેજા   INC
1991  ચંદ્રેશ કોરડીયા   BJP   ઉર્મિલાબેન પટેલ   JD
1996  ચંદ્રેશ કોરડીયા   BJP   ભીખાભાઇ આહીર      INC
1998  ચંદ્રેશ કોરડીયા   BJP   ભીખાભાઇ આહીર      INC
1999  ચંદ્રેશ કોરડીયા   BJP   રાઘવજી પટેલ INC
2004  વિક્રમ માંડમ            INC   ચંદ્રેશ કોરડીયા   BJP
2014  પૂનમ માંડમ        BJP   વિક્રમ માંડમ            INC
2019  પૂનમ માંડમ        BJP   મુળુભાઇ આહીર      INC

જામનગર બેઠક પર ચંદ્રેશ કોરડીયા પાંચ વાર સાંસદ બન્યા હતા-
જામનગર લોકસભા બેઠક કબ્જે કરવા માટે ભાજપે વર્ષ 1989માં ચંદ્રેશ કોરડીયાને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં ચંદ્રેશ કોરડીયાએ કોંગ્રેસના ઉમેદવાર દોલતસિંહ જાડેજાને હરાવીને જીત મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 1991,1996, 1998 અને વર્ષ 1999માં સતત પાંચ વાર ચંદ્રેશ કોરડીયા જામનગર બેઠક પરથી જીત્યા હતા. પરંતુ વર્ષ 2004ની લોકસભા બેઠકની ચૂંટણીમાં પરીણામ બદલાયા અને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માંડમે ચંદ્રેસ કોરડીયાને હરાવ્યા હતા. આમ ચંદ્રેશ કોરડીયાની પાંચ વાર જીત અને એક વાર હાર થઇ હતી.

જામનગર બેઠક પર ભાજપ 7 વાર જીત મેળવી-
જામનગર લોકસભા બેઠક પર વર્ષ 1989માં ભાજપની પ્રથમ વાર જીત થઇ હતી. તે પહેલા આ બેઠક પર કોંગ્રેસ 4 વાર જીત મેળવી હતી અને અન્ય પક્ષે બે વાર જીત મેળવી હતી. જ્યારે વર્ષ 1989 બાદ જામનગર બેઠક પર ભાજપ સતત જીત મેળવતી રહી છે. અત્યાર સુધી આ બેઠક પર ભાજપે 7 વાર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ 5 વાર જીત મેળવી છે. વર્ષ 1989થી આ બેઠક પર ભાજપનો જીતનો સીલસીલો ચાલતો રહ્યો છે પરંતુ વર્ષ 2004માં જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આમ છતાં છેલ્લા બે ટર્મથી જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માંડમની જીત થાય છે. હવે જોવાનું એ રહ્યુ કે 2024માં જામનગર બેઠક પર કોણી જીત થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news