એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી
Trending Photos
અમદાવાદ :સાત મહિના પહેલા જામનગરની એક લવસ્ટોરીની ચર્ચા ચારેકોર થઈ હતી. જામનગરના એક પ્રેમી યુગલના પ્રેમને લોકોએ હીર-રાંજા, સોની-મહિવાલ, લૈલા-મજુનાના પ્રેમ જેવો ગણાવ્યો હતો. પરંતુ આ જોડીની હાલત પણ આ પ્રેમીઓની જેમ જ થઈ હતી, તેઓનો પ્રેમ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જોડી તૂટી ગઈ. જેમ ઈતિહાસમાં વર્ણાવાયેલા આ કિસ્સાઓમાં પ્રેમ અધૂરો રહી ગયો છે, તેમ જામનગરનું યુગલ તૂટ્યું હતું. પ્રેમિકા જીવનનો જંગ હારી જતા, પ્રેમી એકલો રહી ગયો. રડી પડશો તેવો આ હૃદયદ્રાવક કિસ્સો છે. જામનગરની હીરલ વડગામા નામની યુવતી, જેણે સાત મહિના પહેલા વીજ કરંટને કારણે એક હાથ અને બે પગ ગુમાવ્યા હતા, તેનુ મૃત્યુ થયું છે. ત્યારે પ્રેમિકાની આવી હાલતમા પણ આજીવન સાથ આપવા તૈયાર થનાર ચિરાગ ગજ્જર હવે એકલો પડી ગયો છે.
લક્ષચંડી યજ્ઞ શરૂ થવાના એક દિવસ પહેલા ઊંઝામાં પાટીદારોએ બતાવ્યો પોતાનો ‘સુપરપાવર’
હીરલ વડગામા સાથે થયો હતો અકસ્માત
જામનગરના ડબાસગ ગામમાં રહેતી 18 વર્ષીય હિરલ તનસુખભાઈ વડગામાની સગાઈ આ વર્ષની શૂરઆતમાં 28 માર્ચના રોજ જામનગરના ચિરાગ ગજ્જર સાથે થઈ હતી. પરંતુ ભાગ્યને કાંઈ ઓર જ મંજૂર હોય તેમ 11 મેના રોજ બપોરે પોતું સૂકવવા હિરલ બારીમાં ગઈ અને હાથ બહાર કાઢ્યો ત્યારે અચાનક જ હાઈટેન્શન વાયર તૂટી અને હિરલના હાથ પર પડ્યો. વીજ શોક લાગતા હિરલનો હાથ ત્યાંને ત્યાં જ બળી ગયો અને બને પગમાંથી પણ કરંટ પસાર થયો હતો. જામનગરમાં સારવાર બાદ હિરલને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હીરલના બંને પગ અને જમણો હાથ કાપવો પડ્યો હતો.
ઘટનાના થોડી સમય પહેલા જ હિરલ અને ચિરાગની સગાઈ થઈ છે. પરંતુ હિરલની આ સ્થિતિમાં પણ ચિરાગ હવે હિરલ સાથે જ લગ્ન કરી જીવનભર તેને સાથ આપવા તૈયાર થયો હતો બનાવના દિવસથી જ ચિરાગ હિરલની સારવાર માટે તેની સાથે જ રહ્યો છે. હોસ્પિટલમાં તે તેની સાથે ખડેપગે રહ્યો હતો. પરંતુ 7 મહિનામાં 5 સર્જરીઓ કર્યા છતા પણ હીરલને ડોક્ટરો બચાવી શક્યા ન હતા. હીરલે અંતિમ સમય સુધી મોત સામે જંગ આપી હતી. સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અને સમાજના અથાક પ્રયત્નો છતાં હીરલને બચાવી શકાઈ નથી. હીરલના આકસ્મિક નિધનથી પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સંબંધીએ લખી હૃદયદ્રાવક પોસ્ટ
હીરલના સંબંધી ઈજુ વડગામાએ હીરલના મોતને લઈને ફેસબુક પર એક પોસ્ટ લખી છે. એક તરફ આ પોસ્ટ આંખમાં આસુ લાવી દે છે, તો બીજી તરફ તે હિરલની તકલીફોની સામે ઝઝૂમવાની હિંમતને દાદ આપે છે. તેઓએ ફેસબુક પર લખ્યું કે, તારી હિંમત, તારી જીજીવિષાને ધન્યવાદ! અમે હારી ગયા! તારા આત્માને પરમાત્મા શરણે રાખે..બેટા હીરલ! મારા ભત્રીજાની દીકરી. તા.11/5/'19 ના રોજ ઘરના સર્વિસ વાયર પર 11kv નો વીજ વાયર તૂટીને પડતાં હીરલને ઘરમાં કરંટ લાગ્યો હતો, જેમાં તેનો જમણો હાથ મૂળમાંથી અને બન્ને પગ સાથળથી કાપવા પડ્યા હતા. સારું હતું, પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી તબિયત બગડતી હતી. આજે હાથતાળી આપીને ચાલી ગઈ! 7 માસ અને ત્રણ દિવસ ઝઝૂમી!!
આ પ્રેમની શરૂઆત ખુશીઓ સાથે થઈ હતી, પણ દુખ સાથે તેનો અંત આવ્યો છે. હીરલને પડખે તેના પરિવારની સાથે સાસરી પક્ષના લોકો પણ ઉભા રહ્યા હતા, જેનાથી હિરલને સતત હિંમત મળી રહેતી હતી. હીરલના મોતથી બે
પરિવારમાં દુઃખ અને દર્દની લાગણી ફરી વળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે