breaking: ગુજરાતમાં કોરોના બેકાબૂ, શુક્રવારે નવા 46 કેસનો વધારો
ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) બેકાબૂ બની રહ્યો છે. આવામાં 10 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, રાજ્યમાં શુક્રવારે નવા 46 કેસનો વધારો થયો છે. આ સાથે જ રાજ્યમા કોરોનાના કુલ પોઝિટિવ કેસ 308 થયા છે. તો અમદાવાદમાં કુલ 153 કેસ થયા છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) બેકાબૂ બની રહ્યો છે. આવામાં 10 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, રાજ્યમાં શુક્રવારે નવા 46 કેસનો વધારો થયો છે. આ સાથે જ રાજ્યમા કોરોનાના કુલ પોઝિટિવ કેસ 308 થયા છે. તો અમદાવાદમાં કુલ 153 કેસ થયા છે.
તેમણે જણાવ્યું કે, hotspot વિસ્તારોમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી વ્યાપક કરવામાં આવી છે. એટલે આ કેસો વધી રહ્યાં છે. આ સંખ્યા હજુ પણ વધશે તેવી સંભાવના છે. આજના અપડેટમાં, ચાર લોકો ડિસ્ચાર્જ થયા છે અને બે કેસમાં મૃત્યુ થયું છે. એક 40 વર્ષના અમદાવાદના પુરુષનું મૃત્યુ થયું અને ગાંધીનગરના 81 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. દરરોજના 1000 કેસ ટેસ્ટિંગ કરવાનું પ્લાનિંગ રાજ્યનું આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. કુલ 978 ટેસ્ટ કર્યા હતા એટલા જ 67 પોઝિટિવ આવ્યા છે.
ભરૂચના જમાતીઓના 4 કેસની તપાસ શરૂ
ભરૂચમાં જમાતીઓના ચાર પોઝિટિવ કેસ આવવાના મામલે આરોગ્ય સચિવે કહ્યું કે, ભરૂચમાં આવેલા ચાર નવા કેસો અંગે તેના કનેક્શન શું છે તેની તપાસ કરવા રાજ્યના પોલીસ વડાને કહેવામાં આવ્યું છે. ભરૂચના કેસ માટે જિલ્લા કલેકટર અને રાજ્ય પોલીસ ડીટેલ કાઢી રહ્યા છે. કોણ હતા, કેવી રીતે તેમને કોરોના પોઝિટિવ આવ્યો તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. ભરૂચના પોઝિટિવના કોન્ટેક્ટ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જે પ્રોટોકોલ છે તે પ્રમાણે કામગીરી આગળ વધી રહી છે.
ગુજરાત બહાર ફસાયેલા જમાતીઓ મામલે ગૃહ વિભાગ એલર્ટ
ગુજરાતમાં તબલિગી મરકજનાં જમાતીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મૂળ ગુજરાતનાં વતની હોય એવાં તબલિગી જમાતીઓ મોટી સંખ્યામાં લોકડાઉન બાદ ગુજરાત બહાર ફસાયા છે. લોકડાઉન ખુલે કે આંશિક રાહત અપાય ત્યારે આ લોકો ગુજરાત પરત ફરે તો ગુજરાતમાં સંક્રમણ વધુ ફેલાવી શકે છે. આ મુદ્દે ગૃહ વિભાગે એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ એન્ડ સેન્ટ્રલ આઇબીને કામે લગાવ્યું છે. તબલિગી જમાતનાં મૂળ ગુજરાતનાં હોય અને હાલ બહારનાં રાજ્યોમા હોય તેવા લોકોની શોધખોળ આરંભી છે. આ લોકોનાં તમામ ડેટા ટ્રેસ કરવાનું કામ ગૃહ વિભાગે એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ સેન્ટ્રલ આઇબીને સોંપવામાં આવ્યુ છે. જેથી લોકડાઉન ખૂલે કે આંશિક છૂટછાટ આપવામા આવેં ત્યારે આ લોકો ગુજરાત પરત
ફરે ત્યારે તમામની મેડિકલ તપાસ કરી શકાય.
ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે