રાજ્યભરમાં કડક દારૂબંધી, છતાં અહીં દારૂની કોઈ કમી નથી! જેતપુરમાં દેશી દારૂનો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ જેવો છે...'
છ એક મહિના પૂર્વ બોટાદમાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી ઘણા લોકોના મોત નિપજ્યા હતા. તત્કાલીન સમયે કેમિકાળવાળા દારૂ અંગે ભારે ઉહાપોહ થયો હતો, પરંતુ સમય જતાં કેમિકલનો મામલો શાંત થઈ જતા કેમિકલ અન્ય શહેરોમાં પણ વેચાવા લાગ્યું હોવાનું આશંકા છે.
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર: રાજ્યભરમાં કડક દારૂ બંધી છે આમ છતાં અહીં દારૂની કોઈ કમી નથી દેશી દારૂનો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ જેવો છે, ત્યારે જેતપુર શહેરમાંથી વધુ શંકાસ્પદ પ્રવાહીના 10 બેરલ પોલીસે ઝડપતા બે દિવસમાં કુલ 25 બેરલનો જથ્થો ઝડપી લીધો હતો. કેમિકલ સાથે હસ્તગત કરેલ શખ્સ બુટલેગર હોવાથી તેનો દેશી દારૂમાં ઉપયોગ કરતો હોવાની આશંકાએ પકડાયેલ કેમીકલના સેમ્પલ લઈ FSL મોકલવામાં આવ્યા હતાં.
છ એક મહિના પૂર્વ બોટાદમાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી ઘણા લોકોના મોત નિપજ્યા હતા. તત્કાલીન સમયે કેમિકાળવાળા દારૂ અંગે ભારે ઉહાપોહ થયો હતો, પરંતુ સમય જતાં કેમિકલનો મામલો શાંત થઈ જતા કેમિકલ અન્ય શહેરોમાં પણ વેચાવા લાગ્યું હોવાનું આશંકા છે, ત્યારે જેતપુર શહેરમાં બે દિવસમાં જુદી જુદી જગ્યાએથી કેમિકલના 200 લિટરનું એક એવા 25 બેરલ એટલે 5000 લીટર કેમિકલનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. જેમાં પ્રથમ બનાવમાં આંબલીયા નગરમાં આવેલ એક બંધ દુકાનમાંથી 420 લીટર દેશી દારૂ અને 15 બેરલ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ઝડપાયા બાદ આજે નવાગઢ પાસેથી એક બોલેરો જીપમાંથી 10 બેરલ શંકાસ્પદ કેમિકલ સાથે બે શખ્સોને પોલીસે હસ્તગત કર્યા હતાં.
આ અંગે જેતપુરના ડીવાયએસપી રોહિત ડોડીયાએ જણાવ્યું હતું કે, પકડાયેલ કેમિકલ શંકાસ્પદ લાગતા એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લીધા હતાં અને તેનો રિપોર્ટ આવ્યા બાદ કયું કેમિકલ છે તે સામે આવશે, અને અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધાશે. પરંતુ બંને બનાવોમાં બુટલેગરો જ સંડોવાયેલ હોવાથી આ કેમિકલમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગ થતું હોવાનું પોલીસનું માનવું છે.
સાથે જ મૂળ સુધીને જઈને તપાસ કરીને તમામ આરોપીને પકડવામાં આવશે અને કેમિકલ ટ્રાન્સપોર્ટ મારફતે કે રોડ મારફતે આવ્યું હશે તો તેની તમામની પૂછપરછ થશે સાથે જ હસ્તગત કરેલ શખ્સોની પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં કેમિકલ મુંબઇ અને અમદાવાદથી આવ્યું હોવાનું જાણવા મળે છે, પરંતુ ઊંડાણ પૂર્વક તપાસ બાદ ખ્યાલ આવશે કે કેમિકલ ક્યાંથી માંગવામાં આવ્યું હતું. તે તમામ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે અને જેની પણ સંડોવણી હશે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ તો જેતપુર DYSP ની ટીમની સતર્કતાના કારણે દેશી દારૂમાં ઉપયોગની આશંકાએ મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે સરકાર પણ વધુ જાગૃત થાય અને આવા કાંડ કરતા લોકોને કડક સજા કરે તે જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે