લર્નિંગ લાઈસન્સ માટે હવે શું વાહન ચાલકોએ નહીં ખાવા પડે ધક્કા? પરીક્ષા બાબતે કમિટીની રચના

વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા બાબતે પુનઃ અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જી હા... લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

લર્નિંગ લાઈસન્સ માટે હવે શું વાહન ચાલકોએ નહીં ખાવા પડે ધક્કા? પરીક્ષા બાબતે કમિટીની રચના

ઝી બ્યુરો/ગાંધીનગર: લર્નિંગ લાઈસન્સ સંદર્ભે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા બાબતે પુનઃ અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જી હા... લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. બીજી બાજુ હયાત નીતિ સંદર્ભે પુનઃ અવલોકન કરવા વિચારણા ચાલી રહી છે.  

આ સમગ્ર બાબતે ઓનલાઈન લર્નિંગ લાઈસન્સ પરીક્ષા બાબતે કમિટીની રચના કરવામાં આવી રહી છે. હયાત લર્નિંગ લાઈસન્સ પદ્ધતિમાં ફેરફાર સંદર્ભે નિર્ણય બાદ ઓનલાઈન પદ્ધતિ માટે કમિટી સમીક્ષા કરશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.

ભારણ દૂર કરવા લેવાયો હતો નિર્ણય
RTO પરથી કામગીરીનું ભારણ દૂર કરવા ITI માંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ માટે ITIના સ્ટાફને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે લોકોને ITI અને પોલિટેકનિકમાં જવું પડતું હતું. આ સંદર્ભે વાહનવ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સની પરીક્ષાને લઈને એક સમિતિની રચના કરવામાં આવી છે.

આ સાથે જ વાહનવ્યવહાર વિભાગ દ્વારા ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષાને લઈને કમિટીની રચના કરવામાં આવી રહી છે. હયાત લર્નિંગ લાયસન્સ સિસ્ટમમાં ફેરફાર અંગેના નિર્ણય બાદ કમિટી ઓનલાઈન સિસ્ટમની સમીક્ષા કરશે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news