FB પર પર 'સુંદર સ્ત્રી' ભાળીને 'ગાંડા' ના બનતા! જો તમને અજાણી યુવતીનો મેસેજ આવે છે તો ચેતી જજો, નહીં તો...
Surat News: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છેંતરિંપડી, બ્લેકમેલિંગ અને હનીટ્રેપની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આજના સમયમાં સોશિયલ મિડિયાના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદાઓ પણ છે.
Trending Photos
સંદીપ વસાવા/સુરત: સુરતની કામરેજ પોલીસે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના 11 સગીરિતો ને ઝડપી લીધા છે, આ ગેંગ ફેસબુક પર યુવતીના નામનું આઈ.ડી બનાવી પુરુષોને શારીરિક સંબંધ બાંધવા ની લાલચ આપી બોલાવતા અને બાદમાં પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેતા હતા. અને સાથે યુવકોને ઢોર માર મારતા હતા.
બદલાતા જમાનાની સાથે ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓ કરવાની પદ્ધતિ પણ બદલાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છેંતરિંપડી, બ્લેકમેલિંગ અને હનીટ્રેપની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આજના સમયમાં સોશિયલ મિડિયાના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદાઓ પણ છે. કેટલાક આરોપી યુવતીઓ નામે એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી લોકોને પોતાની માયાજાળમા ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવતા હોય છે, ત્યારે કામરેજ પોલીસે આવી જ એક ગેંગને ઝડપી લીધી હતી.
કામરેજ પોલીસે મથકે બે વ્યક્તિઓએ હની ટ્રેપનો શિકાર બન્યા હોવાનું ફરિયાદ નોંધાવી હતી,જે ફરિયાદના આધારે કામરેજ પોલીસે આ ગેંગને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા અને ચોક્કસ બાતમીના આધારે ત્રણ મહિલા સહિત 11 આરોપીને ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલ ઈસમો મહિલાના નામે ફેસબુક id બનાવતા અને પુરુષોને રિકવેસ્ત મોકલી મિત્ર બની બાદમાં સેકસ નું કહી મળવા બોલાવતા બાદમાં એક મહિલા પુરુષ સાથે થોડો સમય વિતાવતિ અને બાદમાં અન્ય ઈસમો આવતા અને ભાભી નનદ,ભાઈ બહેન અને પોલીસની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કરી ઢોર માર મારતા બાદમાં સીધી રીતે કોઈ ભોગ બનનાર પુરુષ રૂપિયા ન આપે તો ચપ્પુની અનીએ તેઓને લૂંટી લેતા.
હાલ તો પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી કાર, બાઈક, મોબાઈલ, ચપ્પુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ ગેંગ એ કેટલા લોકોને શિકાર બનાવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે