VIDEO: શાળાની ગંદકી ન જોઈ શક્યા ગુજરાતના શિક્ષણમંત્રી, જાતે સાવરણું ઉપાડીને શૌચાલય સાફ કર્યું
રાજ્ય શિક્ષણમંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓ શાળાની શૌચાલય જોવા પહોંચ્યા હતા, પરંતુ અહીંની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી.
Trending Photos
સુરત: ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જાતે શાળાના શૌચાલયની સફાઈ કરી રહ્યા છે. પ્રફુલ પાનસેરિયા ડુંગરા ગામની શાળાની ઓચિંતી મુલાકાત ગયા ત્યારે શૌચાલય ગંદું જોઈને તેઓ જાતે સફાઈ કરવા માંડ્યા હતા. આ દ્રશ્યો જોઈ તમામ લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. પરંતુ ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ અહીં સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
શૌચાલયની સ્થિતિ ખરાબ જણાઈ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્ય શિક્ષણમંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓ શાળાની શૌચાલય જોવા પહોંચ્યા હતા, પરંતુ અહીંની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી. આ પ્રસંગનો વીડિયો હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે અને તેમણે શાળામાં સાફ-સફાઈ કરીને અનોખો મેસેજ આપ્યો છે.
અધધ પગાર લેતા શિક્ષકો શિક્ષણમંત્રી પાસેથી શીખો સફાઈના પાઠ; શાળાનું શૌચાલય ગંદું જોઈને મંત્રીએ જાતે સાફ કર્યું..જુઓ વીડિયો#ZEE24Kalak pic.twitter.com/Jh8bVSmqff
— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2023
શિક્ષણમંત્રીના સાફ-સફાઈના વીડિયો શું છે?
ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી જાતે શાળાઓના બાથરૂમ અને ટોયલેટને ધોઈ રહ્યા છે. તેઓ પહેલા સાવરણાથી સાફ કરી રહ્યા છે અને પછી શૌચાલયને સંપૂર્ણ રીતે સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર એક શિક્ષણમંત્રીના હોદ્દા પર સ્થાન મેળવ્યા પછી આ પ્રકારની કામગીરી કરવી એક મહાનતા ગણાય તેમ છતાં તેમણે આ કાર્ય કર્યું. પ્રફુલ પાનસુરીયાએ શાળાના શૌચાલયને પાણીથી ધોઈ તેની સાફ-સફાઈ કરી રહ્યા છે અને તેનો વિડીયો લોકો સુધી પહોંચી રહ્યો છે. શિક્ષણમંત્રીની આ પ્રકારની કામગીરી રાજ્યના તમામ લોકો માટે એક શીખ બની રહી છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં લોકો શિક્ષણમંત્રીના કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ આવેલી છે. આ સરકારી શાળાઓમાં સ્વચ્છતા બાળકો માટે સૌથી મહત્વનું પરિબળ છે. શાળાના શૌચાલયની સફાઈ અને સ્વચ્છતા ખૂબ જ અગત્યની છે. આ સંદેશને ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા અનોખી રીતે પહોંચાડવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે