વિવાદ વચ્ચે કંગનાએ શેર કરી ગુજરાતની તસવીર, કહ્યું-જીત આખરે ભક્તિની થાય છે

વિવાદ વચ્ચે કંગનાએ શેર કરી ગુજરાતની તસવીર, કહ્યું-જીત આખરે ભક્તિની થાય છે
  • ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો 
  • મનથી ધાર્મિક અને ભક્તિભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા

ઝી મીડિયા/બ્યૂરો :મહારાષ્ટ્રની શિવસેના (Shiv Sena) ની સાથે તકરાર વચ્ચે એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે. હવે કંગના રનૌતે વધુ એક ટ્વિટ કરી છે, જેમાં તે સોમનાથ મંદિર (somnath temple) માં પૂજા કરતી દેખાઈ રહી છે. આ ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો છે.

કંગનાએ સોમનાથ મંદિરમાં પૂજા કરતી તસવીર શેર કરીને સાથે લખ્યું કે, સુપ્રભાત મિત્રો, આ ફોટો સોમનાથ મંદિરની છે. સોમનાથને કેટલાક અસામાજિક તત્વોએ કેટલીયવાર બરહેમીથી તોડ્યું છે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, આ ક્રુરતા અને અન્યાય ભલે ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, આખરે જીત તો ભક્તિની જ થાય છે. હર હર મહાદેવ...

— Kangana Ranaut (@KanganaTeam) September 12, 2020

ઈતિહાસમાં નોઁધાયેલું છે કે, ગુજરાતના સોમનાથ મંદિરને અનેકવાર તોડવાનો અને લૂંટવાનો પ્રયાસ થયો છે. અનેકવાર આ મંદિરના અસ્તિત્વને મટાડવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ લોકોની ભક્તિ પર તે ફરીથી ઉભું થયું છે. આ પોસ્ટના માધ્યમથી કંગનાએ નામ લીધા વગર ફરીથી મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે પર હલ્લાબોલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શિવસેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલી તકરારમાં બીએમસીએ કંગના રનૌતની ઓફિસ પર ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. કંગનાની ઓફિસ પર બીએસસીએ જેસીબી ચલાવ્યું હતું. જેને લઈને તેણે બોમ્બે હાઈકોર્ટ પર પોતાનો જવાબ દાખલ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ મંત્રાલયના આદેશ પર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમ તપાસ કરશે. કંગનાના પૂર્વ બોયફ્રેન્ડ અધ્યયન સુમને એક્ટ્રેસ પર ડ્રગ્સ લેવાના આરોપ મૂક્યા હતા.

કંગનાની દ્વારકાની તસવીર પર વિવાદ
મનથી ધાર્મિક અને ભક્તિભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા. તે સમયે તેણે પોતાની આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. તેણે દ્વારકાધીશની સાથે સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા. તે મંદિરના વાતાવરણ અને સમુદ્ર કિનારે બેસીને ભાવુક થઈ ગઈ હતી. પરંતુ તેણે મંદિરની અંદરની તસવીરો ક્લિક કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ઓમ શ્રી કૃષ્ણ. ત્યારે આ તસવીરોને લઈને વિવાદ થયો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news