Kaprada Gujarat Election Result 2022: કપરાડામાં કકળાટનો અંત, જીતુભાઈ ચૌધરીની ભવ્ય જીત

Kaprada Gujarat Election Result 2022: કપરાડા વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલો સૌથી છેવાડાનો તાલુકો છે. તે પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. તે મુખ્યત્વે આદિવાસી જિલ્લો છે. મુખ્ય જાતિઓ કુકણા અને વારલી છે. કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. તે સંપૂર્ણ જંગલ વિસ્તાર છે.

Kaprada Gujarat Election Result 2022: કપરાડામાં કકળાટનો અંત, જીતુભાઈ ચૌધરીની ભવ્ય જીત

Gujarat Assembly Election 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય  છે. પહેલાં ભાજપ-કોંગ્રેસ બે જ પક્ષો વચ્ચે સામ-સેમે જંગ થતો હતો. પણ આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં મેદાન-એ-જંગમાં સામેલ હોવાથી કપરાડામાં રાજકીય પક્ષો વચ્ચે કકળાટ વધી ગયો છે. જેના ઉદાહરણો આપણને ચૂંટણીઓ દરમિયાન જાહેરસભાઓમાં જોવા મળ્યાં.

વલસાડ

  • વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ ના ઉમેદવારો ની જીત
  • ભાજપ એ ફરી ભગવો લેહરાવવ્યો
  • વલસાડ ભરત પટેલ 1 લાખ 2 હજાર મતે જીત્યા
  • પારડી કનુભાઇ દેસાઇ 98 હાજર વધુ મતો થી જીત્યા
  • ધરમપુર અરવિંદ પટેલ 35 હજાર વધુ મતો થી જીત્યા
  • કપરાડા જીતુભાઈ ચૌધરી 32 હજાર વધુ મતો થી જીત્યા
  • ઉમરગામ રમણ પાટકર વિજય 55 હજાર થી વધુ મતો થી જીત્યા

જીલ્લો - વલસાડ
બેઠક- કપરાડા
પક્ષ- ભાજપ
ઉમેદવાર- જીતુ ચૌધરી 
રાઉન્ડ - 16
મતથી આગળ-16000

કપરાડા વિધાનસભા બેઠકઃ
કપરાડા ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીની 181માં ક્રમની બેઠક છે. તે વલસાડ જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જનજાતિના (ST) ઉમેદવારો માટે અનામત છે. તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર મોટાભાગના મતદાર આદિવાસી સમુદાયના છે. આ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો તાલુકામાં આદિવાસી સમાજની મુખ્ય ત્રણ પેટા જ્ઞાતિઓનું પ્રભુત્વ છે. જેમાં સૌથી વધુ વારલી 85 થી 90 હજાર, ત્યારબાદ ધોડિયા પટેલ 60 થી 65 હજાર અને ત્રીજી જ્ઞાતિ તરીકે કુંકણા 50 થી 55 હજારનો સમાવેશ થાય છે. જ્યારે કોળી પટેલના 10 થી 15 હજાર મતદાર છે. કપરાડા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો મુદ્દે લોકોમાં અનેક ફરિયાદ છે. રસ્તા,પાણી,દવાખાના જેવી પાયાની સવલતો અંગે સ્થાનિક આદિવાસીઓમાં અસંતોષ જોવા મળે છે. બેઠક નંબર 181 કપરાડા ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારના વલસાડ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. કપરાડા બેઠક વલસાડ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ ગ્રામ્ય કેટેગરી હેઠળ આવે છે.

2022ની ચૂંટણી-
આ વખતે પણ ભાજપે જીતુભાઈ ચૌધરી પર ભરોસો દાખવી તેમને રિપીટ કર્યા છે. જ્યારે, કોંગ્રેસ વસંત પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ જયેન્દ્ર ગાવીતને ટિકિટ ફાળવી છે.

2020ની પેટા ચૂંટણી-
કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2020ની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી લડ્યા હતા. 2020ની પેટા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના બાબુભાઈ જીવલભાઈ પટેલને 47600 મતથી હરાવવામાં સફળ રહ્યા હતા.

2017ની ચૂંટણી-
2017માં ભાજપના રાઉત મધુભાઈ બાપુભાઈ જીતુભાઈ ચૌધરી સામે માત્ર 170 મતથી જીત્યા હતા. જીતુભાઈને આ ચૂંટણીમાં 93 હજાર મત મળ્યા હતા. જ્યારે, મધુભાઈ રાઉતને 92,380 મત મળ્યા હતા.

2012ની ચૂંટણી-
નવા સીમાનાંકન બાદ અસ્તિત્વમાં આવેલી કપરાડા બેઠક ઉપર 2012માં કોંગ્રેસના જીતુભાઈ હરજીભાઈ ચૌધરીએ ભાજપના પ્રકાશભાઈ શંકરભાઈ પટેલને 18,685 મતથી હરાવ્યા હતા. જેમાં જીતુભાઈ ચૌધરીને 85,780 મત મળ્યા હતા અને પ્રકાશ પટેલ 67,095 મત મળ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news