KGF જેવો કિસ્સો : KGF ખીણમાંથી નીકળતા સોનાની વેપારીઓ સાથે છેતપીંડી કરીને ભાગેલા આરોપી પકડાયા

Surat News : કરોડો રૂપિયાની ગોલ્ડ ચીટિંગ ના આરોપી ઝડપાયા... કર્ણાટકના KGF પોલીસ સ્ટેશન તેમજ અન્ય જગ્યાએ કરી હતી ગોલ્ડ ચીટિંગ.. સુરત ખાતે આવીને ટેકસટાઇલ માર્કેટમાં નોકરી કરતા હતા
 

KGF જેવો કિસ્સો : KGF ખીણમાંથી નીકળતા સોનાની વેપારીઓ સાથે છેતપીંડી કરીને ભાગેલા આરોપી પકડાયા

Surat News ચેતન પટેલ/સુરત : કર્ણાટકના કોલાર સિટીમાં કરોડો રૂપિયાની સોનાની છેતરપિંડી આચરનાર આરોપીઓની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી છે. હાલ સુરત ક્રાઈમબ્રાન્ચે બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. બંને કર્ણાટકના કોલાર સિટીમાં જ્વેલરીની દુકાન ધરાવતા હતા. ગ્રાહકો પાસેથી સોનું ગિરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. જેના બાદ ગ્રાહકોનું સોનું લઈને દુકાન બંધ કરી ભાગી ગયા હતા. એક વર્ષ પહેલાં કર્ણાટક છોડી સુરત આવી ગયા હતા.
ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી ખુલાસા કરશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્મા કર્ણાટકના કોલાર સિટીમાં જ્વેલરીની દુકાન ધરાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી સોનું ગિરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. બંને KGF ખીણમાંથી નીકળતું સોનું લઇને તેની ઉપર પોતાનું કમિશન લઇને દેશના અન્ય શહેરોના ગોલ્ડના વેપારીઓને વેચતા હતા. આ બંને સંખ્યાબંધ લોકોનું સોનું લઇને છેલ્લા એક વર્ષથી કર્ણાટકથી ફરાર થઇ ગયા હતા. તેમની સામે કર્ણાટકના KGF પોલીસ સ્ટેશન અને અન્ય જગ્યાએ છેતરપિંડીના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. કર્ણાટક પોલીસ છેલ્લા ઘણા સમયથી તેઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન આ બંને આરોપીઓ દેવેશ દધિચી અને રૂપેશ શર્મા સુરતમાં હોવાની કર્ણાટક પોલીસને બાતમી મળી હતી. જેથી કર્ણાટક પોલીસે આ ઠગોને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી છે. આ બંને છેલ્લા એક વર્ષથી સુરત ભાડાના મકાનમાં રહેતા હતા અને ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ રાજસ્થાનના અજમેરના મૂળ રહેવાસી હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચને જણાવી હતી. હાલ તેઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news