કેવડિયા ટેન્ટસિટી વિવાદ: બેખોફ બનેલા લલ્લુજી સન્સનાં ટેન્ટ તોડી, 1 લાખનો દંડ ફટકારાયો

જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખલવાની ગામની ગૌચર જગ્યામાં સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ લલ્લુ એન્ડ સન્સ કંપની દ્વારા બનાવાયેલા ટેન્ટ સિટી 1 હાલ વિવાદમાં ફસાયું છે. વન વિભાગની નોટિસ બાદ મામલતદારે નોટિસ ફટકારી હતી. હાલ તો લલ્લુ એન્ડ સન્સ કંપનીને ઝાડ કાપવા બદલ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેવડિયા વન વિભાગે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ટેન્ટ સિટી 1 ખાતેનું બિનકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી પણ ચાલુ કરી છે. 
કેવડિયા ટેન્ટસિટી વિવાદ: બેખોફ બનેલા લલ્લુજી સન્સનાં ટેન્ટ તોડી, 1 લાખનો દંડ ફટકારાયો

નર્મદા : જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખલવાની ગામની ગૌચર જગ્યામાં સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ લલ્લુ એન્ડ સન્સ કંપની દ્વારા બનાવાયેલા ટેન્ટ સિટી 1 હાલ વિવાદમાં ફસાયું છે. વન વિભાગની નોટિસ બાદ મામલતદારે નોટિસ ફટકારી હતી. હાલ તો લલ્લુ એન્ડ સન્સ કંપનીને ઝાડ કાપવા બદલ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેવડિયા વન વિભાગે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ટેન્ટ સિટી 1 ખાતેનું બિનકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી પણ ચાલુ કરી છે. 

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓ રોકાઇ શકે તે માટે કેવડિયા નજીક ટેન્ટ સિટી -1 અને ટેન્ટ સિટી-2નું નિર્માણ કરાયું હતું.  જો કે હાલમાં જ ટેન્ટ સિટી 1 ખાતે કોઇ પણ પ્રકારની પરમીશન વગર જ 7 ટેન્ટ અને સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. 

જો કે આ નિર્માણમાં વચ્ચે આવતા કેટલાક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. આ અંગેનીમાહિતી કેવડિયા વન વિભાગને મળતા તત્કાલ લલ્લુજી એન્ડ સન્સ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ અને વૃક્ષ છેદન સહિતની વિવિધ કલમો લગાવીને 28 મે ના રોજ હાજર રહેવા માટે સમન ફટકારવામાં આવ્યું હતું. 

બીજી તરફ મામલતદારે પણ લલ્લુજી એન્ડ સન્સ ટેન્ટ સિટી 1માં સરકારી ગૌચરની જમીનમાં કરાયેલ બાંધકામ તત્કાલ દુર કરવા હુકમ કર્યો હતો. જેના પગલે મેનેજરે બાંધકામ હટાવવાની સાથે સાથે 1 લાખ રૂપિયાનો દંડ પણ કંપનીએ ભરી દીધો હતો. નોંધનીય છે કે, PM મોદી દ્વારા આ ટેન્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news