આવુ ચાલશે તો આખુ ગુજરાત વટલાઈ જશે, કચ્છના પશુપાલકને ધર્મપરિવર્તન કરવા મોટી લાલચ અપાઈ
Religious Conversion In India : મુઠિયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું છે. પોતાના ધર્મ તરફ આકર્ષવા ગરીબ લોકોને લાલચ આપવામાં આવે છે. લાલચ દ્વારા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાયા છે. ત્યારે આવી લાલચ આપીને ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર કચ્છના મુઠિયારના પશુપાલકને મળ્યો છે.
પત્રમાં શુ લખ્યુ છે
તારીખ 29 એપ્રિલના રોજ મુઠિયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તારીખ 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાંખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જામ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
ધર્મપરિવર્તનનો પવન ફૂંકાયો
ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. જેમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. જેનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પણ ઉઠ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક સમાજ આ મામલે હવે જાગૃત થઈને નિયમો બનાવી રહ્યાં છે. લવ જેહાદની પ્રવૃત્તિઓ અટકાવવા વિરોધના સૂર ઉઠ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે