ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થઈ ગયું, સાંજે આ સમયે ગમે ત્યારે ત્રાટકશે

Gujarat Cyclone Latest Update : દર કલાકે છ કિલોમીટર નજીક આવી રહી છે બિપરજોય નામની આફત...ગુજરાતના દરિયાકિનારાથી હાલ 180 કિલોમીટર દૂર છે વાવાઝોડું...ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે
 

ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થઈ ગયું, સાંજે આ સમયે ગમે ત્યારે ત્રાટકશે

Gujarat Wether Forecast : 7 કલાક બાદ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. તેથી જ એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 180 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 કિમી દૂર છે. તો કચ્છના નલિયાથી 210 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી 290 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે. રાહત કમિશનર આલોક પાંડેએ વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, વાવાઝોડુ આઉટર લાઈનને ટચ થઈ ચૂક્યું છે.

દ્વારકામાં મુસાફરો માટે બનાવાયેલા શેડ તૂટ્યા 
વાવાઝોડાને કારણે દ્વારકા ચોપાટી પાસે ભારે પવન ફૂંકાયો છે. યાત્રિકો માટે બનાવેલા શેડ તૂટી ગયા છે. ભારે પવનમાં દુકાનોના શેડ ઉડ્યાં છે. નાના વેપારીઓની કેબિનોને ભારે નુકસાની થઈ છે. કેટલીક નુકસાન થઈ તે તો બાદમાં ખબર પડશે. ગોમતી ઘાટ જતા માર્ગો પર બેરિગેટ મુકાય છે. લોકોને ગોમતી ઘાટ પર ના જવા અપીલ કરાઈ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023

આજે અહી પડશે વરસાદ
આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર અને કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવમાં છુટોછવાયો વરસાદ થઈ શકે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023

રાજકોટથી ગ્રાઉન્ડ રિપોર્ટ 
બિપરજોય વાવાઝોડાની અસર હવે રાજકોટમાં વર્તાવા લાગી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવાનો ફૂંકાઈ રહ્યા છે તો થોડી -થોડી વાર રહીને વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ,વાવાઝોડાને લઈને રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે ,વાવાઝોડાને લઈને અત્યાર સુધી રાજકોટ શહેરના 1600 સહિત જિલ્લાના 6325 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું છે તો બીજી તરફ ભારે પવનના કારણે છેલ્લા બે દિવસમાં 78 વૃક્ષ ધરાશાયી થયા છે ,વાવાઝોડાને લઈને એસટી વિભાગે 182 બસ અને રેલ્વે વિભાગે 36 ટ્રેનો રદ્દ કરી. છે તો રાજકોટ એરપોર્ટથી દિલ્હી,મુંબઈ અને સુરત જતી પાંચ ફ્લાઇટ રદ કરાઈ છે,રાજકોટ એરપોર્ટનો માત્ર ઇમરજન્સી કે રેસ્ક્યું માટે જ ઉપયોગ કરાશે.રાજકોટમાં બે NDRF ટીમ અને બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા છે તો વાવાઝોડાની અસર દરમિયાન PGVCLની પોલ ખુલી છે 21 સબ ડિવિઝનમાં લાઈટ ગુલ થવાની 1200થી વધુ ફરિયાદો મળી છે તો .રાજકોટ મનપામાં વાવાઝોડાને લગતી કોઈપણ ફરિયાદનું 45 મિનિટમાં નિકાલનો આદેશ કરાયો છે,વાવાઝોડાના પગલે સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે,રાજકોટની PMSSY બિલ્ડીંગમાં 40 બેડનો ખાસ વોર્ડ અને પેરેલલ ઇમરજન્સી રૂમ તૈયાર કરાયો છે તો બીજી બાજુ આપતિને પહોંચી વળવા 400 તબીબો અને 800 નર્સ સહિત 1200થી વધુનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે અને પોલીસને પણ એલર્ટ મોડ ઉપર રખાઈ છે,રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સતત અધિકારીઓ સાથે બેઠકો ક્રરીને પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી રહ્યા છે જોકે વાવાઝોડાને લઈને રાજકોટ વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023

પવનને લઈને લોકોને તોકતે વાવાઝોડા ની યાદ આવી ગઈ છે. બિપોરજોય વાવાઝોડું જેમ જેમ અરબી સમુદ્રમાં નજીક આવી રહ્યું છે તેમ જાફરાબાદના દરિયામાં છેલ્લા 5 દિવસથી કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે છેલ્લા 5 દિવસથી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 2000 લોકોની જાફરાબાદ અને રાજુલાના નિચાણવાળા વિસ્તારમાં થી સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news