સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સ્વતંત્રતા દિવસની કેવી રહી ઉજવણી? શું તમે દાદાના આ રૂપનો દર્શન કર્યા?
સમગ્ર દેશ જ્યારે સ્વતંત્ર પર્વની આજે ઉજવણી કરી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આજરોજ દાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા છે.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: આજે 15 ઓગસ્ટ 78મો સ્વતંત્રતા દિવસ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સ્વતંત્રતા પર્વ નિમિત્તે દાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા સાથે દાદાનું સિંહાસન ગેટ ઓફ ઇન્ડિયાની પ્રતિ કૃતિથી કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરમાં પણ તિરંગા લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર દેશ જ્યારે સ્વતંત્ર પર્વની આજે ઉજવણી કરી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આજરોજ દાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા છે.
તેમજ દાદાનું સિંહાસન ગેટ ઓફ ઇન્ડિયા ની પ્રતિકૃતિથી બનાવવામાં આવ્યું અને સાથે સમગ્ર મંદિર પરિસરમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. દેશ ભક્તિનો માહોલ મંદિર પરિચરમાં જોવા મળ્યો હતો. સાથે આજરોજ દાદાના દર્શન કરી દર્શનાર્થીઓએ પણ ધન્યતા અનુભવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે