ગુજરાતનાં RTOમાં એજન્ટો બેફામ...5000થી 8000માં ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નિકળે છે લાઇસન્સ?
જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગો છો તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવી ફરજીયાત છે. પરંતુ રાજકોટમાં એક વ્યક્તિએ સોશ્યલ મિડીયા પર પોસ્ટ મુકી છે અને તે પોસ્ટ બાદ આરટીઓ તંત્ર દોડતું થયું છે. કારણ કે, આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ટુ વ્હિલ અને ફોર વ્હિલનું લાઇસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર 8000 રૂપીયામાં કાઢી આપવામાં આવશે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતની આરટીઓ ઓફિસોમાં લાઇસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. જોકે આરટીઓમાં ચાલતા એજન્ટ રાજ અનેક વખત સામે આવ્યું છે. રાજકોટમાં તો આરટીઓમાં લાઇસન્સની ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ લાઇસન્સ કાઢી આપવાની જાહેરાત સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ હતી. જેથી રાજકોટ આરટીઓ કચેરીનાં અધિકારીઓ દોડતા થયા હતા. બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગો છો તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવી ફરજીયાત છે. પરંતુ રાજકોટમાં એક વ્યક્તિએ સોશ્યલ મિડીયા પર પોસ્ટ મુકી છે અને તે પોસ્ટ બાદ આરટીઓ તંત્ર દોડતું થયું છે. કારણ કે, આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ટુ વ્હિલ અને ફોર વ્હિલનું લાઇસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર 8000 રૂપીયામાં કાઢી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર રાજદીપસિંહ રાજપૂત નામનાં શખ્સે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટ્સ મૂકી જાહેરાત કરી હતી.
2 વ્હિલરનું લાઇસન્સ હોય અને 4 વ્હિલરનું વગર ટ્રાયલે પાસ કરવું હોય તો 5500માં થશે, જ્યારે બીજી એક પોસ્ટમાં લખ્યું હતું કે, 2 વ્હિલર અને 4 વ્હિલરનું લાઇસન્સ કઢાવો વગર ટ્રાયલે માત્ર રૂ.8000માં. સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીના ધ્યાને આવતા પુરાવાઓ એકત્રિત કરી ડ્રાઈવિંગ લાઇસન્સમાં ખેલ પાડતા લોકોને ઝડપી પાડવા તપાસ શરુ કરવામાં આવી છે. તપાસ બાદ ફરિયાદ સાથે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજદીપસિંહ રાજપૂત ઓફિસિયલ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટ્સ મૂકી જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, 2 વ્હિલરનું લાઇસન્સ હોય અને 4 વ્હિલરનું વગર ટ્રાયલે પાસ કરવું હોય તો 5500માં થશે. આ માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો, જ્યારે બીજી એક પોસ્ટમાં લખાયું છે કે, 2 વ્હિલર અને 4 વ્હિલરનું લાઇસન્સ કઢાવો વગર ટ્રાયલે માત્ર રૂ.8000માં સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીના ધ્યાને આવતા પુરાવાઓ એકત્રિત કરી ડ્રાઈવિંગ લાઇસન્સમાં ખેલ પાડતા શખ્સને કાનૂની ગિરફ્તમાં લેવા તજવીજ શરૂ કરી, બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
તપાસ બાદ ફરિયાદ સાથે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં સરકારી કર્મચારીઓ કે RTOના કોઈ અંદરના માણસોની સંડોવણી હોવાની શક્યતા છે. જ્યારે તેમાં પણ કોઈ તથ્યતા સામે આવશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે