વડોદરામાં લોકડાઉનનો ભંગ, 100થી વધુ લોકો નમાજ પઢવા નીકળ્યા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા સહિત રાજ્યમાં આજથી લોકડાઉન શરૂ થયું છે. કોરોના વાયરસ (Corona virus) ની અસર પગલે સરકારે લોકડાઉન કર્યું છે. ત્યારે વડોદરામાં લોકડાઉન (lockdown) બાદ પણ અનેક લોકો ઘરની બહાર જોવા મળી રહ્યાં છે. વાહનચાલકો ઘરની બહાર જોવા મળ્યા હતા. જેને પગલે વડોદરા પોલીસ (Vadodara) રસ્તાઓ પર ઉતરી આવી હતી. આખા શહેરમાં પોલીસે બેરીકેડ્સ લગાવ્યા છે. કાલાઘોડા સર્કલ પાસે પોલીસનો કાફલો ખડકાઈ ગયો છે. વાહનચાલકોને સમજાવી પોલીસ તેઓને પરત મોકલી રહી છે. આમ, લોકો છડેચોક કલમ 144નું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યાં છે.
Video : ઝીણામાં ઝીણી કાળજી રાખ્યા છતા અમદાવાદની આ યુવતીને થયો Corona
100 લોકોએ એકસાથે નમાજ પઢી
વડોદરામાં 144ની કલમનું સરેઆમ ઉલ્લંઘન થયેલું જોવા મળ્યું. વડોદરાના ગેંડીગેટ રોડ પર આવેલી સરબતી મસ્જિદમાં કેટલાક લોકો નમાજ અદા કરતા જોવા મળ્યા હતા. અહી મસ્જિદમાં નમાઝ માટે એકસાથે 100થી વધારે લોકો એકઠા થયા હતા. લોકડાઉનમાં તંત્રએ મંદિર અને મસ્જિદ બંને બંધ કરાવ્યા છે. બંધ હોવા છતાં સરબતી મસ્જિદમાં જઈ લોકો નમાજ અદા કરી જાહેરનામાનો ઉલ્લંધન કરતા જોવા મળ્યા હતા. મસ્જિદમાં નમાજ અદા કર્યા બાદ બહાર નીકળતા લોકોનો વીડિયો સામે આવ્યા છે. પોલીસ પાસે કડક હાથે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 33 પર પહોંચ્યો, 11,108 હોમ ક્વોરેન્ટાઈનમાં
થાઈલેન્ડથી આવેલ યુવક સામે ફરિયાદ
વડોદરામાં હોમ કવોરન્ટાઈનનો ભંગ કરતા એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. ભાયલીના 31 વર્ષના યુવક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રશાંત પટેલ નામનો યુવાન થાઇલેન્ડથી 11 માર્ચના રોજ વડોદરા આવ્યો હતો. તંત્રએ 14 દિવસ માટે તેને હોમ ક્વોરન્ટાઈન હેઠળ ખસેડયો હતો. પરંતુ તેણે હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કર્ય હતો. ભાયલી આરોગ્ય કેન્દ્રના તબીબ વસીમ ખત્રીએ તેની સામે ફરિયાદ નોંધાવી છે. પ્રશાંત પટેલ સામે જાહેરનામાના ભંગના ત્રણ ગુના પોલીસે દાખલ કર્યા છે.
પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં લોકડાઉનની અસર જોવા મળી હતી. લોકડાઉનમાં તમામ બજારો અને દુકાનો બંધ હતા. ત્યારે પોલીસે સમગ્ર ચાર દરવાજા વિસ્તાર કોર્ડન કર્યો છે. પોલીસે રોડ પર બેરીકેટ લગાવી રહી છે. તો સાથે જ વાહનચાલકોને રોકી માસ્ક પહેરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે