આખરે કોકડું ઉકેલાયું! ભાજપે ગુજરાતમાં 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને મળી ટિકીટ?

Lok Sabha Election 2024: ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં મહેસાણામાં હરિભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદૂભાઈ છગનભાઈ શિહોરા, જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા, અમરેલીમાં ભરતભાઈ સુતારિયાને ઉતારવામાં આવ્યા છે.

આખરે કોકડું ઉકેલાયું! ભાજપે ગુજરાતમાં 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને મળી ટિકીટ?

Lok Sabha Election: ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસ પોત પોતાની બેઠકો પર જબરદસ્ત પ્રચારમાં લાગી ગયા છે. ગઇકાલે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ પછી નવી ચર્ચાઓ શરૂ થઇ હતી કે આ બન્ને બેઠકો પર બીજા કોણ કોણ દાવેદારો છે અને કોણે મળી શકે છે ટિકીટ? આખરે આ સવાલનો જવાબ મળી ગયો છે. ભાજપ માટે માથાનો દુખાવો બનેલી ચાર બેઠકો પર ત ઉમેદવારો જાહેર કરી દીધા છે, આ સિવાય સાબરકાંઠા અને વડોદરા બેઠક ઉપર પણ નવા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં મહેસાણામાં હરિભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદૂભાઈ છગનભાઈ શિહોરા, જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા, અમરેલીમાં ભરતભાઈ સુતારિયાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે વડોદરામાં હેમંગ જોશી અને સાબરકાંઠામાં શોભનાબેન બરૈયાને ટિકીટ આપવામાં આવી છે.

  • મહેસાણામાં ભાજપે હરિભાઈ પટેલને આપી ટિકિટ
  • સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલે શોભના બારૈયાને ટિકિટ
  • વડોદરામાં રંજન ભટ્ટને બદલે ડૉ. હેમાંગ જોશીને ટિકિટ
  • અમરેલીમાં ભરત સુતરિયાને ભાજપે આપી ટિકિટ
  • સુરેન્દ્રનગરમાં ભાજપે ચંદુભાઈ શિહોરાને આપી ટિકિટ
  • જૂનાગઢ બેઠકમાં ભાજપે રાજેશ ચૂડાસમાને કર્યા રિપીટ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગઇકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળી હતી, જે લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, આ બેઠકમાં ગુજરાત સહિત દેશના અન્ય લોકસભા વિસ્તારો માટેના ઉમેદવારો પર મંથન થયુ હતુ. આ બેઠકમાં ગુજરાતની રાજનીતિ અને ઉમેદવારો અંગે પણ ગહન ચર્ચા થઇ હતી. ગુજરાતની બાકીની 6 બેઠકોના ઉમેદવારોના નામ અંગે આ બેઠકમાં ચર્ચા બાદ નક્કી થયા હોવાનું સામે આવ્યુ હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news