દોઢ મહિનાથી વધુ સમય ચાલેલું માલધારી આંદોલન આખરે સમેટાયું
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :વધુ એક આંદોલન સમેટવામાં ગુજરાત સરકાર સફળ રહી છે. ગાંધીનગરમાં ચાલી રહેલ આદિવાસી માલધારી આંદોલન સમિતિનું આંદોલન આખરે 66મા દિવસે સમેટાયું હતું. સર્ટિફિકેટની વિસંગતતાઓને લઇ છેલ્લાં 66 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના મધ્યસ્થી આંદોલન સમેટાયું હતુ. આગામી બે મહિનામાં આદિવાસી માલધારી સમાજની માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે. સાંસદ રમેશ ધડૂકે સરકાર તરફથી બાંહેધરી આપતા આંદોલન આખરે સમેટાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લાંબા સમયથી આ આંદોલન ચાલી રહ્યું હતું.
સોનગઢના ભયાનક ટ્રિપલ અકસ્માતનો video આવ્યો, જુઓ કેવી રીતે ટકરાઈ ત્રણ ગાડીઓ
આંદોલનને સમેટાયેલું જાહેર કરતા રમેશ ધડૂકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે અને અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. કોઈપણ સમાજને અન્યાય ના થાય એવી ખાતરી સરકારે આપી છે. માલધારી સમાજ અને આદિવાસી સમાજને અન્યાય ના થાય એવો નિર્ણય લેવાયો છે. તેથી આજથી સત્યાગ્રહ છાવણી ખાતેનું આંદોલન પૂર્ણ કરવામાં આવશે. પોરબંદરમાં આંદોલન જારી રહેશે. ખોટા પ્રમાણપત્રો મેળવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આવતા દિવસોમાં સરકાર યોગ્ય અને કાયમી ઉકેલ લાવશે.
બસ સ્ટેન્ડ પર ઉભેલી આધેડ ઉંમરની મહિલા સાથે યુવાનને થયો પહેલી નજરમાં પ્રેમ, પછી તો...
તો આંદોલનની કન્વીનર રણવીર દેસાઈએ જણાવ્યું કે, સરકાર બંને પક્ષોને નુકશાન ના થાય એ દિશામાં કામ કરી રહી છે. લોહીના સબંધો અને સ્થળાંતર કરનારે આંચ નહિ આવે એવી બાંહેધરી આપી છે. અમે પારણાં નથી કર્યા, ઉપવાસ સ્થગિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી માલધારી અને આદિવાસી સમાજનુ આંદોલન ચાલી રહ્યુ હતું. તાજેતરમાં સરકાર સાથે મળેલી બેઠક બાદ પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. આ બેઠક બાદ શિક્ષણમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, માલધારી અને આદિવાસી બંન્ને સમાજને સાંભળ્યા છે. એક પણ સમાજને અન્યાય નહિ થાય તે દિશામાં સરકાર વિચારી રહી છે. મહત્વનું છે કે, સરકાર સાથે મળલી બેઠકમાં ત્રણ સાંસદો અને સિનિયર મંત્રીની હાજરીમાં બંન્ને પક્ષોએ પોઝીટિવ રજૂઆત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે