સાપની કાચળી ઉતરે તેમ મેકઅપ કર્યા બાદ ઉતરી યુવતીની ચામડી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

કેમિકલવાળા સ્ક્રીમથી કેવા કેવા પ્રકારના સ્કીન પ્રોબ્લમ થાય છે તેનો એક કિસ્સો સુરતથી બહાર આવ્યો છે. સુરતમાં મામાની દીકરીના લગ્નમાં સગીરાએ મેકઅપ કરાવ્યો હતો. મોઢુ ધોયા બાદ તેનો ચહેરો એટલી ગંદી રીતે ખરાબ થઈ ગયો હતો કે, તેને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માટે દોડવું પડ્યું હતું. 

સાપની કાચળી ઉતરે તેમ મેકઅપ કર્યા બાદ ઉતરી યુવતીની ચામડી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

સુરત :કેમિકલવાળા ક્રીમથી કેવા કેવા પ્રકારના સ્કીન પ્રોબ્લમ થાય છે તેનો એક કિસ્સો સુરતથી બહાર આવ્યો છે. સુરતમાં મામાની દીકરીના લગ્નમાં સગીરાએ મેકઅપ કરાવ્યો હતો. મોઢુ ધોયા બાદ તેનો ચહેરો એટલી ગંદી રીતે ખરાબ થઈ ગયો હતો કે, તેને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માટે દોડવું પડ્યું હતું. 

બન્યું એમ હતું કે, કોસંબામાં રહેતી સગીરાની મામાની દીકરીના લગ્ન હતા. તેથી તેની માતાને સુરતની એક મહિલા બ્યુટીશિયનનો નંબર કોઈ સંબંધીએ આપ્યો હતો. તેની માતાએ એ મહિલા બ્યુટીશિયનને લગ્નમાં મેકઅપ માટે કોસંબા આવવા માટે જણાવ્યું હતું. સુરતની મહિલા બ્યુટીશિયને કોસંબા આવીને સગીરા, તેની બહેન તથા તેની માતાનો મેકઅપ કર્યો હતો. લગ્ન બાદ સગીરાને તેની મામાની દીકરી સાથે અરવરીની વિધીમાં તેના સાસરે જવાનું હતું. તેથી તે પિતરાઈ બહેનના સાસરે આવી હતી. પણ, જેમ તેણે ચહેરો ધોવા માટે મોઢા પર પાણી છાંટ્યુ, તો ચહેરા પરની ચામડી તથા હાથ પરની ચામડી ઉતરી ગઈ. જોતજોતામાં તેના ચહેરા પર સોજો ચઢી ગયો હતો. તેનો ચહેરો એટલો ફુલી ગયો કે તે બોલી પણ શક્તી ન હતી. તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. સગીરાને આઈસીયુમાં દાખલ કરાઈ હતી. 

મહિલા બ્યુટીશિયન સાથે થયો હતો ઝઘડો
સુરતની મહિલા બ્યુટીશિયને આ પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. કદાચ તેના બાદ તેણે સગીરાને જાણીજોઈને ખરાબ મેકઅપ કર્યો હશે તેવુ પરિવારનું માનવું છે. બન્યું એમ હતું કે, લગ્નમાં સગીરાનો સારો મેકઅપ ન થતા તે રડવા લાગી હતી. જેથી તેની માતાએ તેના સંબંધીને ફોન કરીને બ્યુટીપાર્લરવાળી મહિલાના ફરિયાદ કરી હતી. જેથી સંબંધી અને બ્યુટીપાર્લર વચ્ચે બોલાચાલી થઈ હતી. મેકઅપ કરવા આવેલી બ્યુટીશિયને બીજીવાર મેકઅપ કરવાની ના પાડી હતી. અને પોતાના રૂપિયા આપવા કહ્યું હતું. પરંતુ સગીરના પરિવારે કહ્યું કે, નાની દીકરીનો ફરી મેકઅપ કરી આપશે તો જ અમે તમને રૂપિયા આપીશું. જેથી મેકઅપવાળીએ ગુસ્સામાં આવી તેને ખુરસીમાં બેસાડી તેના ચહેરા પર મેકઅપ કર્યો હતો. ત્યારબાદ જણાવ્યું હતું કે હું તમારી નણંદને ઓળખતી નથી. બીજી એક મેકઅપવાળી બહેનના કહેવાથી આવી છું. 

જોકે, આ સમગ્ર બનાવ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સગીરાના પરિવારજનો આ મામલે કોસંબા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને ફરિયાદ નોંધાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news