Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ, ડાયટ કરવાની જરૂર જ નહીં પડે

Weight Loss: પેટની ચરબી ઘટાડવી સૌથી મુશ્કેલ કામ હોય છે. વેટ લોસ કરવા માટે લોકો ખાવાપીવાનું પણ છોડી દેતા હોય છે. પરંતુ પેટની ચરબી ઘટાડવા માટે ભુખ્યા રહેવાની એટલે કે ડાયટ કરવાની જરૂર હોતી નથી. ફ્લેટ ટમી માટે બસ આ કામ કરશો તો પણ ચાલશે.

Trending Photos

Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ, ડાયટ કરવાની જરૂર જ નહીં પડે

Weight Loss: વજન ઘટાડવું એક મુશ્કેલ પ્રક્રિયા છે. પરંતુ તેનાથી પણ વધારે મુશ્કેલ છે. પેટની વધેલી ચરબી ઓછી કરવી. પેટની ચરબીને ઓછી કરવા માટે લાઈફ સ્ટાઈલમાં બસ થોડા જ ફેરફાર કરવાની જરૂર હોય છે. ઘણા લોકો પેટની ચરબી ઘટાડવા માટે ડાયટ અને હેવી વર્કઆઉટ કરતા હોય છે. તેનાથી પણ ઝડપથી અસર થતી નથી. 

એક રિસર્ચ અનુસાર પેટની ચરબીને ફટાફટ ઓગાળવી હોય અને ફ્લેટ ટમી મેળવવું હોય તો વોક કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. નિયમિત રીતે વોક કરવાથી ફ્લેટ ટમી મેળવી શકાય છે. ચાલવું કોઈ પણ વ્યક્તિ માટે ફાયદાકારક હોય છે પરંતુ તેનાથી પેટની ચરબી ઝડપથી ઘટાડી શકાય છે. 

એક રિસર્ચ અનુસાર દિવસે અને રાત્રે જમ્યા પછી વોક કરી લેવાથી 3 કિલો જેટલું વજન 30 દિવસમાં જ ઘટે શકે છે. એટલે કે જો તમારે 30 દિવસમાં જ વજન ઘટાડવું હોય તો જમ્યા પછી વોક કરવાની શરૂઆત કરી દો. રિસર્ચમાં સાબિત થયું છે કે જો વ્યક્તિ જમ્યા પછી 30 મિનિટ સુધી 30 દિવસ સુધી સ્પીડમાં ચાલે તો ઝડપથી વજન ઘટવા લાગે છે. 

વોક કરવાથી થતા ફાયદા 

જમ્યા પછી વોક કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. જેમકે વોક કરવાથી ભોજનમાંથી નીકળતું ઇન્સ્યુલિન બ્લડમાં ઝડપથી ભડતું નથી જેના કારણે બ્લડ સુગર સ્પાઈક થતા અટકે છે. શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોવાથી વજન પણ ઓછું થાય છે. નિષ્ણાંતો પણ વોક કરવાને અસરકારક માને છે. 

વોક એન્ડ ટોક

જે લોકોને જમ્યા પછી વોક કરવાની આદત પાડવી હોય તેમના માટે આ રીત ઉપયોગી છે. દિવસ દરમિયાન જે પણ મહત્વના ફોન કોલ કરવાના હોય તેને જમ્યા પછી કરવાનું રાખો. ફોન પર વાત કરતી વખતે વોક કરતા રહો. આ રીતે 30 મિનિટ સુધી આરામથી વોક પણ થઈ જશે અને મહત્વના ફોન કોલ પણ થઈ જશે. 

પાવર વોક

પાવર વોકમાં સૌથી પહેલા વોર્મ અપ કરવાનું હોય છે. એટલે કે શરૂઆત ધીમી ગતિએ કરવી અને પછી 10 મિનિટ બાદ સ્પીડ વધારવી. ધીરે ધીરે સ્પીડ વધારવાની પ્રોસેસ કરવી. વોકિંગ દરમિયાન તમે વચ્ચે તમારી સ્પીડ ધીમી પણ કરી શકો છો અને ફરીથી વધારે પણ શકો છો. 

દિવસમાં 3 વખત વોક

દિવસમાં 3 વખત નાની નાની વોક કરવાથી પેટની ચરબી અસરકારક રીતે ઘટે છે. એક રિપોર્ટ અનુસાર જો તમે દિવસમાં દરેક મીલ પછી 15 મિનિટ વોક કરો છો તો એક દિવસમાં 30 ને બદલે 45 મિનિટની વોક થઈ શકે છે. જેમકે સવારે નાસ્તો કર્યા પછી વોક,  બપોરે જમ્યા પછી વોક અને રાતના ડિનર પછી 15 મિનિટની વોક. જો તમે દિવસ દરમિયાન 45 મિનિટ વોક કરી લો છો તો ડાયાબિટીસમાં પણ ફાયદો થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news