Gujarat Budget: ગુજરાતના ખેડૂતો માટે બજેટમાં અનેક મોટી જાહેરાતો, 22498 કરોડની જોગવાઈમાં શું મળશે?
Gujarat Budget: નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ 2025-26નું ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૨૪૯૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Trending Photos
Gujarat Budget: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ 2025-26નું ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૨૪૯૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે.
-
Farmer Registry પ્રોજેકટ હેઠળ ૩૪ લાખથી વધુ ખેડૂતોના ફાર્મર આઇડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
-
ખેડૂતોને વીજ સહાય માટે ₹૧૦૬૧૩ કરોડની જોગવાઇ.
-
કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.
-
કૃષિ યાંત્રિકીકરણની મીની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે ₹૧૨૨ કરોડની જોગવાઇ.
-
કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૫૯૦ કરોડની જોગવાઇ
-
કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે ₹૮૨ કરોડની જોગવાઇ.
-
નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે ₹૭૩ કરોડની જોગવાઇ.
-
ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ.
-
આદિજાતિ વિસ્તારના ૫૩ તાલુકાઓમાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઇ પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા ખેડૂત સુવિધા રથ માટે ₹૧૯ કરોડની જોગવાઇ.
-
જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
-
-
૧૩ એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન.
-
કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન.
-
બાગાયત બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૦૫ કરોડની જોગવાઇ.
-
બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય/જૂથ કક્ષાના કલેકશન એકમ તથા સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા ₹૩૦ કરોડની જોગવાઇ.
-
વનબંધુ માટે કોલ્ડસ્ટોરેજ ક્ષમતા વધારવા ₹૫ કરોડની જોગવાઇ.
-
કૃષિ શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ ₹૧૦૦૦ કરોડની જોગવાઇ.
-
પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ માટે ₹૩૧૬ કરોડની જોગવાઇ.
-
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
-
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઈનપુટ યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઇ.
-
પશુપાલન સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે.
-
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ ₹૪૭૫ કરોડની જોગવાઇ.
-
ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે.
-
રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઇ.
-
રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને નવા ૧૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ ₹૩૪ કરોડની જોગવાઇ.
-
ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા ₹૨૩ કરોડની જોગવાઇ.
-
રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ ₹૧૩ કરોડની જોગવાઇ.
-
પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ ₹૧૨ કરોડની જોગવાઇ.
-
મત્સ્ય ઉદ્યોગ રાજ્યના નોટીફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ.
-
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે ₹૩૫૩ કરોડની જોગવાઇ.
-
ડીઝલ સબસીડી ચૂકવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
-
દરીયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ અન્ય બાબત માટે ₹૧૪૪ કરોડની જોગવાઇ.
-
આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ₹૬૨ કરોડની જોગવાઇ.
-
એક્વા કલ્ચર ક્ષેત્રે આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઝીંગા ઉત્પાદન બમણુ કરવા વિશેષ પેકેજ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
-
દરિયાઈ માછલીના ઉત્પાદનોની સ્વચ્છ પરિસ્થિતિમાં જાળવણી માટે બ્લાસ્ટ ફ્રીઝર કોલ્ડ રૂમ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
-
આદિજાતિ વિસ્તારમાં મત્સ્ય ખેડૂતોને કેજ કલ્ચરના ઈનપુટ ઓપરેશનલ ખર્ચ માટે ₹૩૨ કરોડની જોગવાઇ.
-
ભાંભરા પાણીમાં કેજ કલ્ચર માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
-
ફીશરીઝ બાયપ્રોડક્ટ પ્રોસેસીંગ યુનિટ માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
-
સહકાર કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹૩ લાખથી વધારી ₹૫ લાખ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ૪% વ્યાજ રાહત આપવા માટે ₹૧૨૫૨ કરોડની જોગવાઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે