ડઝનબંધ પદો રાખી ગામમાં રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાશે, ગુજરાતમાં ભાજપમાં નવાજૂનીના એંધાણ

Gujarat Politics : રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રદેશના માળખામાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે, જો આવું થશે તે અનેક નેતાઓના પત્તા કપાશે 
 

ડઝનબંધ પદો રાખી ગામમાં રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાશે, ગુજરાતમાં ભાજપમાં નવાજૂનીના એંધાણ

Gujarat Politics : ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપ સંગઠન અને સરકારમાં મોટા ફેરફાર કરવાના મૂડમાં છે. સરકારમાં ભાજપે 16 મંત્રીઓનો સમાવેશ કરી મંત્રી મંડળના વિસ્તરણ માટે તક બાકી રાખી છે. સંગઠનમાં પણ બદલાવ આવી શકે છે. એક સાથે ડઝનબંધ પદો રાખી ગામમાં રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાનો નિર્ણય લેવાયો છે. સંગઠન સાથે જોડાયેલાં આ બધાય ધારાસભ્યો પાસેથી રાજીનામુ લઇ લેવાશે જેથી અન્ય સક્રિય નેતા-કાર્યકરોને સંગઠનમાં સમાવી શકાય. ભાજપ એક વ્યક્તિ એક હોદાનો નિયમ અમલમાં લાવી શકે છે. જેને પગલે ઘણા બધા નેતાઓને સાચવી શકાય. હાલમાં ભાજપ સંગઠન અને સરકાર બંને સ્તરે મજબૂત છે. હાઈકમાન પર નેતાઓને સાચવવાનું પ્રેશર છે. હાલમાં ઓછી જગ્યાઓ વચ્ચે સરકાર અને સંગઠનને અલગ કરી દેવાશે. જેમાં સરકારમાં સમાવેશ થનારને સંગઠનનો લાભ નહીં મળે અને સંગઠનમાં હશે એ સરકારમાં જશે તો પણ રાજીનામું આપી દેવું પડશે. 

રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રદેશના માળખામાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. એવી પણ ચર્ચાએ જોર પકડ્યુ છે. હવે ક્યારે આ નિર્ણય લેવાય તેની પર મોટો આધાર છે. હાલમાં આંતરિક આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક વિજય હાંસલ કર્યા બાદ આ પેટર્ન આધારે ભાજપે હવે લોકસભાની ચૂંટણી જીતવાની તૈયારી આરંભી છે. ભાજપના કેટલાંય ધારાસભ્યો એવા છે જે પ્રદેશ અથવા જિલ્લામાં હોદો ધરાવે છે. એક વ્યક્તિ એક હોદાની પોલીસી લાગુ છે ત્યારે ગુજરાત ભાજપ ફેરફારો કરી શકે છે. જેને પગલે સરકાર અને સંગઠન એમ બંને જગ્યાએ પગ રાખી કામ કરાવતા નેતાઓને ઝટકો લાગી શકે તેમ છે.

 ગુજરાત ભાજપની પોલીટિકલ લેબોરેટરી છે ત્યારે આ પ્રયોગ કરવામાં આવે તેમ છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી બાદ કેટલાય નેતાઓ સામે ફરિયાદો ઉઠી છે ત્યારે ફેરફારના બહાને કેન્દ્રીય નેતાગીરી સંગઠનમાં ય સફાઇ કરવા આતુર છે. આ કારણોસર ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર શું થાય તેના પર બધાની નજર છે ત્યાર બાદ ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં મોટા ફેરફાર તોળાઇ રહ્યા છે. આજની 2 દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ હાઈકમાનનો કેવો મૂડ રહે છે એની પર ગુજરાત ભાજપ નિર્ભર છે. દિલ્હીમાં મોટા ફેરફારો થયા તો સ્થાનિક લેવલે પણ મોટો બદલાવ આવી શકે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news