મહેસાણા કોર્ટે મંજૂરી વગર રેલી યોજનારા મેવાણી સહિતના 10 લોકોને 3 મહિનાની સજા ફટકારી
Trending Photos
મહેસાણા : શહેરમાં 2017 માં પરમિશન વગર આઝાદી કૂચની રેલી યોજનારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને NCP ના નેતા રેશમા પટેલ સહિતનાં 10 આરોપીઓને કોર્ટે 3 મહિનાની કેદની સજાનો હુકમ કર્યો છે. મહેસાણા શહેરમાં આવેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ સહિતના લોકોને આઝાદી કુચની રેલી પરમિશન વગર જ આયોજીત કરી હતી. આ મુદ્દે મહેસાણા પોલીસ સ્ટેશનમાં 17 લોકો સામે ફરિયાદ દાખલ થઇ હતી. જે પૈકી 12 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઇ હતી.
શું ભાજપ SC-ST સમાજ સુધી નથી પહોંચ્યું? દિગ્ગજ મંત્રીએ જ સ્વિકાર કર્યો કે...
આ સમગ્ર મામલે કુલ 17 આરોપીઓ હતા. જે પૈકી 12 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઇ હતી. 12 આરોપીઓ પૈકી એક આરોપી ગુજરી ગયા બાદ હાલમાં 10 આરોપીઓને કોર્ટે સજા ફટકારવામાં આવી છે. આ મુદ્દે NCP નેતા રેશમા પટેલે જણાવ્યું કે, અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ. જો કે ભાજપમાં રાજ્યમાં જનતા માટે ન્યાય માગવોએ પણ ગુનો છે. ભાજપ કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી શકે નહી. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું તેવો હુંકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 21 જૂન 2017 ના રોજ બનાસકાંઠાના ધાનેરા ખાતે બનેલા બનાવને પગલે મહેસાણા 12, જુલાઇ 2017 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કન્વીનર કૌશિક પરમારે મહેસાણામાં આવેલા સોમનાથ ચોકમાં સભા અને રેલીનું આયોજન કર્યું હતું. જો કે સભા યોજવા અને રેલી કાઢવા અંગેની કોઇ જ પરવાનગી લીધી નહોતી. જેના પગલે 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની PM મોદી પર ટિપ્પણી કેસમાં આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી હતી. જે કેસમાં કોકરાઝાર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. ત્યાર બાદ પોલીસે તત્કાલ મેવાણીની અન્ય કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિજ્ઞેશ મેવાણીને બારપેટા લઇ જવાયો હતો. આ દરમિયાન તેની વિરુદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવર્તણુંક અને ગાળો આપ્યાનો આરોપ લગાવ્યો હતો. જે કેસમાં પણ મેવાણીને જામીન અપાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે