ગુજરાતીઓ સાવધાન! 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે રેડ અને ઓરેન્જ એલર્ટ
આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
Trending Photos
Gujarat Monsoon 2024: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. સુરત, નર્મદા, તાપી, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આગામી સાત દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ગાંધીનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં પણ ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર -કચ્છ પર નવી સિસ્ટમ બની છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાઈ છે. એક દક્ષિણ ગુજરાત પર, બીજી ઉત્તર ગુજરાત પર અને રાજસ્થાન તરફ ત્રીજી છે. આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે. જેના કારણે ગુજરાતમાં આખો જુલાઈ મહિનામાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આકશી આફતની આગાહી કરી છે. સમુદ્રમાં એકના બદલે બબ્બે સિસ્ટમ સક્રિય થયા હોવાની વાત પણ કરવામાં આવી છે. એકના બદલે સમુદ્રમાં બબ્બે સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થતાં હવે ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.
ખેડાના ડાકોરમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ચોમાસું બરોબર જામ્યું છે. ત્યારે આજે ખેડાના ડાકોરમાં મેઘરાજા મહેરબાન થયા છે. ડાકોરમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ
બનાસકાંઠા જિલ્લાના વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગથી પાલનપુરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાલનપુરના કિર્તીસ્તંભ વિસ્તારમાં દુકાનમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે. દુકાનદારો જાતે જ પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે. તો પાલનપુર શહેરના રસ્તા પર પણ પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ છે.
પાલનપુરના ગઠામણ પાટિયા પાસે પણ બે ઈંચ વરસાદમાં પાણી ભરાઈ ગયું. પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. 25 ગામને આ રસ્તો જોડે છે અને આ રસ્તો પાણીથી તરબોળ થતાં મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવવાની સમસ્યા સર્જાતા તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ છે.
પાલનપુર-અંબાજી હાઈવે પર પાણી પાણી
બનાસકાંઠા જિલ્લામાં વરસાદે જોરદાર બેટિંગ કરી. પાલનપુરમાં ફક્ત બે ઈંચ વરસાદથી પાલનપુર-અંબાજી મુખ્ય હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાણીના લીધે વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. દર વર્ષે હાઈવે પર આવી જ સ્થિતિનું નિર્માણ પામે છે. તેમ છતાં તંત્ર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરતું. પાણી ભરાઈ જવાથી અનેક લોકોના વાહન બંધ પણ થઈ જાય છે. લોકોની માગ છે કે અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે