કેન્સરની દવા મંગાવાની લાલચ આપી સોશિયલ મીડિયામાં કરોડોનું ચિટિંગ, 6ની ધરપકડ
કેન્સરની દવા બનાવવાનું લિકવિડ મંગાવવા ના બહાને દેશ વ્યાપી કૌભાંડ કરતા 3 નાઇજિરીયન શખ્સો સહિત 6 લોકોની ધરપકડ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: કેન્સરની દવા બનાવવાનું લિકવિડ મંગાવવા ના બહાને દેશ વ્યાપી કૌભાંડ કરતા 3 નાઇજિરીયન શખ્સો સહિત 6 લોકોની ધરપકડ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ આરોપીઓએ કરોડો રૂપિયાનું ચિટિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે.
લોરેન્સ વુડ,ગીતાંજલી ઉર્ફે સોના કિંજલ ગડા,શેરોમ નાસાબા સાગર ગુપ્તા,જેક્સન અમોખોલી આ તમામ આરોપીઓ ભેગા થઈ દેશના વેપારીઓને સોશિયલ મીડિયા મારફતે ધંધાની લાલચ આપી છેતરવાનું કામ કરતા હતા. લંડનમાં કેન્સરનીં દવા બનાવવાનું લિકવિડ ભારતથી જાય છે અને આ દવાનો ધંધો તમને આપવામાં માંગીએ છે તેવી લાલચ આપવામાં આવતી. ત્યારબાદ એક લીટર સેમ્પલ 5 લાખ રૂપિયામાં વેપારી પાસેથી ખરીદાવીને સેમ્પલ ચેક કરાવી લેતા હતા.
નોંધનીય છે કે, સેમ્પલ મોકલનાર શખ્સ આ ગેંગની ગીતાજંલી હતી. ત્યારબાદ આ સેમ્પલ સાગર અને કિંજલ નામના લોકો કુરિયર કરતા હતા. ગ્રાહકને વિશ્વાસમાં લેવા માટે WHOનું બનાવટી સર્ટી પણ વેપારીઓને બતાવતા હતા. એટલું નહિ સેમ્પલ ચેક કરનાર આરોપી ગેંગનો મુખ્ય વ્યક્તિ લોરેન્સ જ હતો જે વેરિફિકેશન માટે જેક્સન ને મોકલતો હતો.
વધુમાં વાંચો...ભાવનગર: ખાનગી મીની બસનો થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ,આ શખ્સો ભારતમાં જ રહીને ઇંગ્લેન્ડથી જેક્સનને બોલાવવાનુ નાટક પણ કરતા હતા. આ તમામ આરોપીઓ એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ કૌભાંડની શરૂઆત કરી હોવાની સામે આવ્યું છે. આરોપી ગીતાજંલી કિંજલ ગડા નીજ સાવકી દીકરી હતી. અને સાગરની પ્રેમિકા હોવાનું સામે આવ્યું છે. આ લોકો પાસેથી 54 હજાર જેટલી રોકડ રકમ સહિત સાયબર ક્રાઇમને કેટલીક બેંકોના 7 એકાઉન્ટ પણ મળી આવ્યા છે. જેક્સનના પિતા નાઇઝીરિયન નેવીમાં નોકરી કરતા હતા. ગુજરાત ના બે જ ગુનાઓના ભેદ ઉકેલાયા છે ત્યારે અન્ય કેટલા વેપારીઓ ભોગ બન્યા છે તે તપાસ દરમ્યાન જ બહાર આવે તેવી શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે