વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત, ગુજરાત પોલીસને 19 એવોર્ડ મળ્યાં
ગુજરાત પોલીસને 19 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેાલ નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત થઈ છે. ગેલેન્ટરી એવોર્ડસની ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવે છે, જે સ્વતંત્રતા દિવસ પ્રસંગે આપવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસને 19 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સ્વતંત્ર્ય દિવસે ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત થશે. તો 17 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થશે. ગુજરાત પોલીસના ડૉ. નીરજા ગોટરૂ અને નિલેશ વઘાસિયાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે. ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેાલ નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે. જેને 81 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. બીજા નંબર પર 55 મેડલ સાથે સીઆરપીએફ અને ત્રીજા નંબર પર 23 મેડલ ઉત્તર પ્રદેશ પોલીસ ટોપમાં છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેલેન્ટરી અને સર્વિસ એવોર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ અધિકારીઓને સન્માનિત કરાશે
સુભાષચંદ્ર ત્રિવેદી (અમદાવાદના આસિ. કમિશનર), વીરભદ્રસિંહ જાડેજા (વાપી), જિગ્નેશકુમાર ચાવડા (જામનગર), શંકરભાઈ ચૌધરી (ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગાઁધીનગર), આશુતોષ પરમાર (એસીબી ગાંધીનગર), લાલસિંહ રાઠોડ (એસઆરપીએફ, સેજપુર), રમેશ ધનખારા (એસઆરપીએફ), પંકજકુમાર સંઘાણી (ગાંધીનગર), સંજય કનોજીયા (ગાંધીનગર), દીપસિંહ પટેલ (સુરત), ભાનુભાઈ ભરવાડ (મહેસાણા), ભારત મુંગારા (જામનગર), સુરેશ નાયર (અમદાવાદ), ધીરજ પરમાર (અમદાવાદ), સુરેશભાઈ પટેલ (સુરત), સુરેશભાઈ વણઝારા (ભરૂચ), રવિન્દ્ર ઘોડે (સુરત)
Ministry of Home Affairs announces list of medal awardees to the police personnel on #IndependenceDay 2020.
215 personnel get Police Medal for Gallantry, 80 get President's Police Medal for Distinguished Service & 631 get for Police Medal for Meritorious Service. pic.twitter.com/qXI3cBieIb
— ANI (@ANI) August 14, 2020
ગૃહ મંત્રાલય દ્વારા જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં આંધ્રપ્રદેશ પોલીસને 16, અરુણચાલ પોલીસને 4, આસામ પોલીસને 21, છત્તીસગઢ પોલીસને 14, ગોવા પોલીસને 1, ગુજરાત પોલીસને 19, હરિયાણા પોલીસને 12, હિમાચલ પ્રદેશ પોલીસને 4, ઝારખંડ પોલીસને 24, કર્ણાટક પોલીસને 18 ગેલેન્ટરી અને સર્વિસ એવોર્ડ મળ્યાં છે.
પોલીસ અધિકારીઓને અભિનંદન આપતા ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, ન્યાય આપવા માટે સંપૂર્ણ અને વિસ્તૃત તપાસની ભૂમિકા મહત્વની છે. હું મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન 2020થી સન્માનિત થનારા લોકોને અભિનંદન પાઠવું છું. આ આપણા એ અધિકારીઓનું સન્માન છે, જે શાનદાર કામ કરે છે. ભારતને તેમના પર ગર્વ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે