મોદી સરકારના 4 મંત્રીઓનું ભવિષ્ય થશે EVMમાં કેદ, જાણી લો ગુજરાતની 25 બેઠકો પર કયા છે ઉમેદવાર
Loksabha Election 2024: આવતીકાલે મતદાન છે. ગુજરાતમાં એક બેઠક બિનહરિફ થઈ જતાં આવતીકાલે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ વખતે ભાજપે ગુજરાતમાં લોકોને ચોંકાવી દીધા છે. 26 બેઠકોમાં ભાજપે 12 રિપીટ અને 12 નવા ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપને સૌથી મોટી મુશ્કેલી એ ક્ષત્રિય આંદોલનને કારણે નડી રહી છે.
Trending Photos
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીનો જંગ જબરદસ્ત જામ્યો છે. ગુજરાતમાં 7 મીએ મતદાન છે. કૉંગ્રેસ અને તેના સાથીપક્ષોએ ઇન્ડિયા ગઠબંધન રચીને ગુજરાત સહિત દેશભરમાં ભાજપના વિજયરથને અટકાવવા માટે કમર કસી છે. તો ભાજપે પણ ગુજરાતમાંથી ફરી એક વખત તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે અને તે વિજયની હેટ્રિક નોંધાવવા માગે છે.
તમને જણાવી દઈએ કે ભાજપે અગાઉ ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. પહેલી વાર ભાજપે નવો ટ્રેન્ડ રચી સાબરકાંઠા અને વડોદરામાં 2 ઉમેદવારો ચેન્જ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ લોકસભામાં જબરજસ્ત ટક્કર છે. એમાં પણ ગુજરાતની 7 બેઠકો પર સમીકરણો બદલાતાં ભાજપ પણ ટેન્શન છે.
કોણ છે ભાજપના 25 ઉમેદવાર
- કચ્છ - વિનોદ ચાવડા
- બનાસકાંઠા - રેખાબેન ચૌધરી
- પાટણ - ભરતસિંહ ડાભી
- ગાંધીનગર - અમિત શાહ
- રાજકોટ - પુરષોત્તમ રૂપાલા
- પોરબંદર - મનસુખ માંડવિયા
- અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
- પંચમહાલ-રાજપાલસિંહ જાદવ
- આણંદ - મિતેશ પટેલ
- ખેડા - દેવુસિંહ ચૌહાણ
- દાહોદ - જશવંત ભાભોર
- ભરૂચ - મનસુખ વસાવા
- બારડોલ - પ્રભુ વસાવા
- નવસારી - સી.આર.પાટીલ
- જામનગર - પુનમ માડમ
- અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
- છોટાઉદેપુરથી જશુભાઇ રાઠવા
- વલસાડથી ધવલ પટેલ
- ભાવનગરથી નિમુબેન બાંભણિયા
- મહેસાણાથી હરિભાઈ પટેલ
- સાબરકાંઠાથી શોભના બારૈયા
- વડોદરાથી ડૉ. હેમાંગ જોશી
- અમરેલીથી ભરત સુતરિયા
- સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા
- જૂનાગઢથી રાજેશ ચૂડાસમા
ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસું? સારૂ રહેશે કે ખરાબ, અંબાલાલે કરી એક નવી જ વાત
ભાજપ પાસે તમામ 26 બેઠકો
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.
સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું હતું. જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેએ મતદાન થવાનું છે. આ સાથે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં હેટ્રીક ફટકારવા માગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે