આદિવાસીઓનું ભાણું અમીરોની પસંદ બની! પિત્ઝા-બર્ગર છોડીને સુરતીઓ આ ગુજરાતી ડિશના દિવાના થયા

Gujarati Food : શિયાળો આવે એટલે સુરતથી આગળ જતા હાઈવે પર ઉંબાડિયુ ખાવાની મોસમ જામે છે... હાઈવે પર રીતસરની લોકોની ભીડ જામેલી હોય છે... ત્યારે સ્વાદના રસિકો ખાસ જાણી લે કે આ વર્ષે ઉંબાડિયાનો સ્વાદ મોંઘો બન્યો છે 
 

આદિવાસીઓનું ભાણું અમીરોની પસંદ બની! પિત્ઝા-બર્ગર છોડીને સુરતીઓ આ ગુજરાતી ડિશના દિવાના થયા

Traditional Gujarati Dish નિલેશ જોશી/વલસાડ : આજના ફાસ્ટ ફૂડના જમાનામાં યુવાનોને પિત્ઝા અને બર્ગરને મોજથી માણતા હોય છે, ત્યારે વલસાડ જિલ્લામાં શિયાળાની મોસમમાં આરોગ્યપ્રદ ઉંબાડિયુંને લોકોને આકર્ષી રહ્યું છે. સ્થાનિકો દ્વારા વર્ષોથી ખવાતું આ ઉંબાડિયું હવે શહેરી વિસ્તારોમાં ધૂમ ખવાઈ રહ્યું છે. કંદ મૂળ અને ત્રણ પ્રકારની પાપડીમાંથી બનાવવામાં આવે છે. ત્યારે અહીંના ગામડાના સ્થાનિક લોકો આ ઉંબાડિયાના વેચાણથી નવી રોજગારી ઊભી થઈ છે. ત્યારે કેવી રીતે બને છે આ ઊંબાડિયું જોઈએ આ અહેવાલ.

વલસાડ જિલ્લાના વચ્ચેથી પસાર થતા હાઈવે પર સ્વાદ રસિકો હાલે ઉંબિડિયાની મિજબાની માણી રહ્યાં છે. જોકે વડા પાઉં, પિત્ઝા જેવા જંક ફૂડના રસિકોના શોખીનો ઉંબાડિયું ખાઈ રહ્યા છે, જેનું કારણ ઉંબિડિયાના સ્વાદનો ચટાકો છે. 

ઉંબાડિયું કેવી રીતે બને છે તે જાણો 
ત્રણ પ્રકારની પાપડી વપરાય છે. તેમજ બટાકા, રતાળુ અને શક્કરીયા જેવા કંદ વપરાય છે. આ કંદ અને પાપડીમાં લસણ, આદું અને મરચાના મસાલા ઉમેરવામાં આવે છે. આ કંદ અને પાપડીને એક માટલામાં નાંખવામાં આવે છે. જેની ઉપર અહીના જંગલમાં જોવા મળતી કલ્હાર અને કંબોઈ નામની વનસ્પતિના પાન મૂકવામાં આવે છે. આ માટલાને 40 મિનીટ જેટલા સમય માટે ભાઠ્ઠીમાં શેકવામાં આવે છે. આ રીતે કુદરતી અને પ્રાચીન પદ્ધતિથી ઉંબાડીયું બનાવવામાં આવે છે.

હાલ વલસાડમાં હાઇવે પર ઉંબાડિયાના અનેક સ્ટોલ જોવા મળી રહ્યા છે. પ્રાચીન પદ્ધતિથી તૈયાર થતા ઉંબાડિયાને સ્વાદ રસિકો ઉત્સાહથી આરોગે છે. આ ઉબાડિયું ખૂબજ હાઈજેનીક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં જ ઉંબાડિયાનો સ્વાદ માણવા મળે તેથી સ્વાદ રસિકો આ મોસમમાં ઉંબાડિયાને આરોગવા હાઇવે સુધી ખેંચાઈને આવે છે. 

આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે

આરોગ્ય માટે અતિ ઉત્તમ એવા આ ઉંબાડિયાને શહેરીજનો અને સ્વાદના શોખીનો શેરડીના રસ કે છાસ સાથે આરોગતા હોય છે. શિયાળાની મોસમમાં લીલા શાકભાજી આરોગવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. ત્યારે નવી પેઢી પણ પિત્ઝા અને બર્ગરને છોડીને ઉંબાડિયાનો સ્વાદ હોંશે હોંશે આરોગે છે. 

અહીંના આદિવાસીઓ પણ પોતાના ખેતરમાં ઉબાડિયું બનાવીને ખાતા હતા.પણ તેનો સ્વાદ આજે શહેરના લોકોને પસંદ આવી રહ્યો છે. અહીંના સ્થાનિક લોકો ઠંડીની મોસમમાં ઉંબાડિયું બનાવી વેચી રહ્યાં છે. સામાન્ય વિક્રેતા રોજનું ૧૦૦ થી ૨૦૦ કિલો ઉંબાડિયું વેચીને સારી એવી કમાણી કરી લે છે. જેના કારણે હાઇવેની આજુબાજુના લોકોને નવી રોજગારી મળી રહી છે. 

શિયાળામાં લીલા શાકભાજી અને કંદમૂળને ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું વિજ્ઞાન પણ માને છે. ત્યારે તેલરહિત ઉંબાડિયું શિયાળા માટે સૌથી ઉત્તમ હેલ્થ ટૉનિક પણ માનવામાં આવે છે. આદિવાસીઓના ભાણામાંથી ઉબાડિયું આજે અમીરોની પસંદ બની છે. ઉંબાડિયાના વેચાણમાંથી અહીના લોકો આખા વર્ષની કમાણી કરી લે છે. ખાવામાં ચટાકેદાર એવું ઉંબાડિયાને આજની નવી પેઢી શોખથી આરોગી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news