Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગની આગામી પ્રમાણે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદ થવાનો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે. અનેક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. પરંતુ હજુ અનેક જગ્યાએ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યમાં 15, 16 અને 17 જુલાઈ સામાન્ય વરસાદ પડશે.
આ જગ્યાએ પડશે ભારે વરસાદ઼
હવામાન વિભાગની આગામી પ્રમાણે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદ થવાનો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો અમદાવાદના લોકોએ હજુ ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. અમદાવાદમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ
કચ્છના દરિયામાં લો પ્રેશર સર્જાવાની શક્યતાને કારણે અહીં બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને ત્રણ દિવસ ઉત્તરનો દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. કચ્છમાં ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડશે. રાજ્યમાં જુલાઈ મહિના પ્રમાણે હજુ 36 ટકા વરસાદની ઘટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે