કેવી રીતે ભણશે ગુજરાત? સરકારી શાળાઓમાં એકમ કસોટીની બુકલેટ હજુ પણ આવી નથી!

હાલમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. ત્યાં તો રાજ્યના શિક્ષણ વિભાગે દર શનિવારે એકમ કસોટી લેવાનો આદેશ કર્યો છે. અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

કેવી રીતે ભણશે ગુજરાત? સરકારી શાળાઓમાં એકમ કસોટીની બુકલેટ હજુ પણ આવી નથી!

હિંમાશું ભટ્ટ/મોરબી: રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી શાળામા અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું શિક્ષણ સુધરે તેના માટે એકમ કસોટી લેવાનું નક્કી કર્યું છે અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જો કે, અફસોસની વાત એ છે કે વિદ્યાર્થીઑ એકમ કસોટી આપી શકે તેના માટે જરૂરી બુકલેટ હજુ સુધી સરકાર તરફથી આપવામાં આવેલ નથી.

હાલમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. ત્યાં તો રાજ્યના શિક્ષણ વિભાગે દર શનિવારે એકમ કસોટી લેવાનો આદેશ કર્યો છે. અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે, અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી. જો કે, ચાલુ વર્ષથી એકી સાથે બે વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામા આવ્યું છે.

જો કે, હજુ સુધી એકમ કસોટી લેવા માટે જરૂરી બુકલેટ સરકાર તરફથી મોરબી જિલ્લાની એક પણ સરકારી શાળામાં આપવામાં આવેલ નથી અને હાલમાં ઓનલાઈન પેપર આપવામાં આવે છે ત્યાર પછી શિક્ષકે તેને બોર્ડ ઉપર લખવાનું અને તેમાંથી જોઈને વિદ્યાર્થીઓને તે એકમ કસોટી લખવાની હોય છે, પરંતુ બુકલેટ ન હોવાથી હાલમાં વિદ્યાર્થીઓને રફબુકમાં કે પછી પિન પેઇજમાં એકમ કસોટી લખવી પડે છે તેને સાચાવવા કેમ તે પ્રશ્ન છે. 

સરકારી શાળામાં અભ્યાસ કરતાં અને ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક કાર્ય, પુન:કસોટી લેવાની કામગીરી સરકારી શાળામાં શરૂ કરવામાં આવી છે. જો કે, મોટા ભાગે શિક્ષક તેમજ રચ્યો પચ્યો રહેતા હોય છે જેથી કરીને શિક્ષકની મૂળ કામગીરી અને અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી સમયસર થઈ શકતી નથી અને તેના પરિણામે વિદ્યાર્થીઓના શિક્ષણને ખૂબ જ અસર થયા છે દર વખતે એકમ કસોટીની બુકલેટ સરકારી શાળામાં આપવાની હોય છે તો પણ સરકાર દ્વારા તેના માટેનું આગોતરું કોઈ આયોજન કરવામાં આવતું નથી. જેથી કરીને વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને હેરાન થવું પડે છે. 

સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણના ભોગે અનેક કામગીરી સોપવામાં આવે છે. જેથી કરીને ઘણી શાળાઓમાં શિક્ષકો દ્વારા અભ્યાસક્રમ ચાલ્યો જ ન હોવા છતાં પણ એકમ કસોટી લેવાની ફરજ પડે છે. આથી એકમ કસોટીનું સાચુ મૂલ્યાંકન થઈ શકતું નથી ત્યારે પહેલા તો સરકારે શિક્ષકોને અન્ય જવાબદારીમાંથી મુક્તિ આપવી જોઈએ અને ત્યાર બાદ વિદ્યાર્થીઓના શિક્ષણને સુધારવા માટે એકમ કસોટી સહિતના ગતકડા કરવા જોઈએ તેવો ગણગણાટ શિક્ષકોમાં થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news