પોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યો

Narmada River Tragedy : પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ... એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ....  3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા... 
 

પોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યો

dandi river tragic incident : સુરતમાં 24 કલાકમાં ડૂબી જવાની બીજી હચમચાવી દેતી ઘટના બની છે. દાંડી બીચ દુર્ઘટના બાદ હવે નર્મદા નદીમાં 8 એક જ પરિવારના 8 લોકોના ડૂબી જવાની ઘટના બની છે. સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદા નદી પાસે આવેલ પોઈચામાં ફરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ થયા છે. હજી એકનો જ બચાવ થયો છે. ડુબેલા લોકોને બચાવવા માટે NDRF ની મદદ લેવાઈ છે. 

સુરતનો પરિવાર પોઈચા ફરવા આવ્યો હતો 
અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. પોઇચામાં ફરી પરિવાર નર્મદા નદીમાં નાહવા ગયો હતો. જેમાં પરિવારના એક પછી એક મળીને કુલ 8 સભ્યો નદીમાં ડૂબ્યા હતા. ડૂબતા લોકોએ બચાવ બચાવની બૂમો પાડી હતી. જેથી  સ્થાનિક નાવિકો તેમને બચાવવા પાણીમાં કૂદ્યા હતા. એક યુવાનને સ્થાનિકો દ્વારા બચાવી લેવાયો છે, જોકે, 7 લોકો હજી પણ લાપતા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 14, 2024

 

પરિવારના 8 સદસ્યોમાં 3 નાના બાળકો હતા. હજુ પણ 7 લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલું છે. હાલ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા પહોંચીને મદદે લાગ્યા છે. તો તમામ લોકોને શોધવા માટે NDRF ની પણ મદદ લેવાઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 14, 2024

 

નર્મદા નદીમાં ડૂબતા લોકોનો સ્થાનિકો દ્વારા વીડિયો લેવાયો હતો. ત્યારે ડૂબતા લોકોની ચીચીયારીઓ અને સ્થાનિક તરવૈયાનો વીડિયોમાં બચાવતા નજરે પડ્યા છે. ચાંદોદના તરવૈયા બચાવ કામગીરીમાં લાગ્યા છે. તો વડોદરા ફાયર ફાઈટરની ટીમ પોઇચા માટે રવાના થઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news