ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા... તિલક વર્મા પર ICC મેહરબાન, હાર્દિક નંબર-1
ICC T20 Rankings: ICCએ ખેલાડીઓની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા જોવા મળી રહી છે. સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવા નંબર-1 T20 ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં બે બેક ટુ બેક સદી ફટકારનાર યુવા બેટ્સમેન તિલક વર્માએ બેટ્સમેનોની રેન્કિંગમાં 69 સ્થાનોની મોટી છલાંગ લગાવી છે.
Trending Photos
ICC T20 Rankings: ICCએ ખેલાડીઓની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા જોવા મળી રહી છે. સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવા નંબર-1 T20 ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં બે બેક ટુ બેક સદી ફટકારનાર યુવા બેટ્સમેન તિલક વર્માએ બેટ્સમેનોની રેન્કિંગમાં 69 સ્થાનોની મોટી છલાંગ લગાવી છે. આટલું જ નહીં બોલિંગથી કમાલ કરનાર સ્પિનર વરુણ ચક્રવર્તી અને બેટ્સમેન સંજૂ સેમસનને પણ ફાયદો થયો છે.
હાર્દિક પંડ્યા ફરી બન્યો નંબર-1 T20 ઓલરાઉન્ડર
ભારતના અનુભવી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ફરીથી વિશ્વના ટોચના T20I ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. પંડ્યાએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર-1 ઓલરાઉન્ડર બન્યો ગયો છે. તેમણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને પાછળ છોડી દીધા છે.
A return to No.1 for one of India's best in the latest T20I Rankings 👊https://t.co/NpVQN2k53C
— ICC (@ICC) November 20, 2024
ટોપ-3માં તિલક વર્મા
22 વર્ષીય યુવા બેટ્સમેન તિલક વર્માએ ICC મેન્સ T20I રેન્કિંગમાં ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. તે 69 ખેલાડીઓને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે તે હવે ભારતના ટોપ-રેટિંગ બેટ્સમેન છે, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક સ્થાન નીચે ચોથા સ્થાને આવી ગયો છે. તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામે તાજેતરની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝની છેલ્લી બે મેચમાં સદી ફટકારીને મોટો ચમત્કાર કર્યો હતો.
સેમસન-ચક્રવર્તીને પણ ફાયદો
દક્ષિણ આફ્રિકા T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો રહેલા સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓપનર બેટ્સમેન સંજુ સેમસનને પણ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. વરુણ ચક્રવર્તી ટી20 બોલરોની રેન્કિંગમાં 36 સ્થાનોની મોટી છલાંગ લગાવીને 28માં સ્થાને પહોંચી ગયો છે. તેમજ સંજુ સેમસન આ ફોર્મેટમાં બેટ્સમેનોની રેન્કિંગમાં 22માં સ્થાને પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે