Navratri 2022: નવરાત્રિના ગરબામાં પાઘડી બનશે આકર્ષણનું કેન્દ્ર, 3 કિલોની પાઘડીએ ખેંચ્યું લોકોનું ધ્યાન
બે વર્ષ બાદ છૂટછાટથી ગરબા રમવા માટે ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે. આ વર્ષે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પાર્ટી પ્લોટના ગરબામાં પાઘડી આકર્ષણનું કેન્દ્ર હશે. કેમ કે, 3 કિલોથી વધુ વજનની પાઘડી તૈયાર થઈ ગઈ છે. આ પાઘડી તિંરંગાની થીમ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી મોદી અને અભિનેતા સોનુ સુદનો ફોટો પણ મુકવામાં આવ્યો છે.
Trending Photos
આશ્કા જાની, અમદાવાદઃ કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે તમામ છૂટછાટ બાદ નવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલવવા માટે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. હાલ તમામ બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે. આ વર્ષે નવરાત્રિમાં અવનવી ડિઝાઈન અને કલરની ચોલીઓ બજારમાં આવી ગઈ છે. અમદાવાદમાં તો નવરાત્રિની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. લોકો ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે બીજી તરફ ચણીયાચોલી સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
બે વર્ષ બાદ છૂટછાટથી ગરબા રમવા માટે ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે. આ વર્ષે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પાર્ટી પ્લોટના ગરબામાં પાઘડી આકર્ષણનું કેન્દ્ર હશે. કેમ કે, 3 કિલોથી વધુ વજનની પાઘડી તૈયાર થઈ ગઈ છે. આ પાઘડી તિંરંગાની થીમ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી મોદી અને અભિનેતા સોનુ સુદનો ફોટો પણ મુકવામાં આવ્યો છે.
હર ઘર તિરંગાની થીમ પર બનેલી આ પાઘડી નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પાઘડી તૈયાર કરવામાં 25 દિવસનો સમય લાગ્યો છે. આ વર્ષે ગરબાના નવા સ્ટેપ્સ પણ આવી ગયા છે. જેમાં ખાસ કરી પુષ્પારાજ ફિલ્મના સોન્ગના સ્ટેપ્સ ટ્રેન્ડમાં છે. આપણી પરંપરાને ઉજાગર કરતાં નવરાત્રિના પહેરવેશ જેમાં કચ્છી વર્ક, ખાટ વર્કના ચણિયા ચોળી ડિમાન્ડમાં છે. આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને રમવા માટે તૈયાર થઈ ગયા છે. અને હાલ ધૂમધામથી તૈયારીઓ પણ ચાલી રહી છે. અને બજારમાં ચણિયા ચોળી, સેટ, બેંગલ્સ, પાઘડી સહિતની વસ્તુઓની ડિમાન્ડ વધી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે