નવસારી : પોલીસે બાતમીના આધારે નોટબંધીની 3.50 કરોડ નોટ પકડી

 નવસારીમાં લોકલ ક્રાઈમબ્રાંચે ઉંડાચ ગામ નજીકથી રુપિયા 3.50 કરોડની જૂની ચલણી નોટ ઝડપી પાડી છે. સાથે જ ચાર ઈસમોની પણ અટકાયત કરી છે. 

નવસારી : પોલીસે બાતમીના આધારે નોટબંધીની 3.50 કરોડ નોટ પકડી

સ્નેહલ પટેલ/નવસારી : નવસારીમાં લોકલ ક્રાઈમબ્રાંચે ઉંડાચ ગામ નજીકથી રુપિયા 3.50 કરોડની જૂની ચલણી નોટ ઝડપી પાડી છે. સાથે જ ચાર ઈસમોની પણ અટકાયત કરી છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર એક કારની તપાસ કરતાં આ જૂની ચલણી નોટનો જથ્થો ઝડપાયો હતો. 

3crorenote.JPG

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે તેમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ભારતીય બનાવટની બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટો લઈને નવસારી જિલ્લામાં આવી રહ્યા છે. જે બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. ઊંડાચ ગામ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર એક એસન્ટ કારમાં આવેલા ચાર ઈસમો પોલીસને શઁકાસ્પદ જણાયા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી ૩.૫૦ કરોડની જૂની ચલણી નોટો મળી આવી હતી. જેથી આ ચારેય ઈસમોને નવસારી એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ આ જૂની ચલણી નોટો મુંબઈથી અલગ અલગ જગ્યાએથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેઓ આ ચલણી નોટો કોને આપવાના હતા એ દિશમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ જૂની ચલણી નોટો રદ્દ થયા બાદ અનેક વાર નવસારી જિલ્લામાંથી ઝડપાઈ ચુકી છે. ત્યારે પોલીસ આ અંગે પણ તપાસ કરે તે જરૂરી બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news