ગર્લ્સ હોસ્ટેલમાં માપમાં કપડા પહેરવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફરમાન, પરિપત્ર જાહેર કર્યો
ban on shorts dress : કપડાં પહેરા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં... ગર્લ્સ હોસ્ટેલ અંગેના પરિપત્રથી ફરી વિવાદ... ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવાની સૂચના
Trending Photos
saurastra university : હાલ દેશના અનેક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવાયો છે. મહિલા કે પુરુષો ટૂંકા વસ્ત્રો પહેરીને નહિ આવી શકે. ત્યારે ગુજરાતની એક યુનિવર્સિટીએ આવુ ફરમાન જાહેર કર્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો છે. વિદ્યાર્થીનીઓને મર્યાદામાં રહીને ટૂંકા વસ્ત્રો પહેરવા સૂચના અપાઈ છે. આ માટે પરિપત્ર પણ જાહેર કરાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગર્લ્સ હોસ્ટેલના અલગ અલગ નિયમો અને લઈને પરિપત્ર જાહેર કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવા માટેની સૂચના અપાઈ છે. હવેથી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય. યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના નિયમના પરિપત્રને લઈને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ચર્ચાઓ ઉઠી ઠેય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી અલગ અલગ પાંચ હોસ્ટેલ માટે નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 રૂપિયા અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે સિવાય હોસ્ટેલમાં પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. હોસ્ટેલના પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈ પણ વિદ્યાર્થિની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના કુટુંબી પરિચિત બહેનોને રેક્ટરની મંજૂરી સિવાય રાખી શકશે નહીં. ગર્લ્સ હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થિની ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. રાત્રે 8:30 વાગ્યાથી 9:00 વાગ્યા દરમિયાન દરેક વિદ્યાર્થિનીની હાજરી પુરાશે જેમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. રેક્ટરની પરવાનગી વગર કોઈપણ વિદ્યાર્થિની હોસ્ટેલની બહાર રહી શકશે નહીં. તે સિવાય કોઇ પણ વિદ્યાર્થીની પોતાની પાસે હોસ્ટેલમાં ઘરેણા, ઝવેરાત, કિંમતી વસ્તુઓ કે રોકડ રકમ રાખી શકશે નહીં. જો તેમ છતાં વિદ્યાર્થીની પોતાની પાસે કિંમતી સામાન રાખશે અને તે ચોરાઇ જાય તો હોસ્ટેલનો સ્ટાફ કોઇ પણ પ્રકાશે જવાબદાર રહેશે નહીં.
આ ફરમાન વિશે વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, અમને ભાન છે ક્યાં કેવા કપડાં પહેરવા. અમારો હોસ્ટેલનો મુદ્દો ભટકાવવા આ પરિપત્ર કરી નવો મુદ્દો લાવ્યા.
ટૂંકા વસ્ત્રો પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિનું પ્રો. ગિરીશ ભીમાણીએ કહ્યું, આ પરિપત્ર નહિ નિયમો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાર્થના હોલ અને ભોજનાલયમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવો નિયમ હતો જ. હવે પબ્લિક ડોમેઇન પર નિયમો મુકવામાં આવ્યા છે. ટૂંકા કપડાં પહેરવા મામલો ગર્લ્સ અને બોયસ બંન્નેને લાગુ પડે છે. બોયસ માટેના પણ નિયમો હતા જ તેમાં પણ સુધારો કરવા અધિકારીઓને કહેવાયું છે. રેક્ટરો સાથેની બેઠક બાદ જ નિર્ણય લેવાતો હોય છે. આ પરિપત્ર નહી માત્ર નિયમો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે