નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, કમલમમાં નથી બનતા EVM, હાર પચાવતા શીખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગરઃ રાજ્યમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) નો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસની 6 મહાનગર પાલિકા, 31 જિલ્લા પંચાયત હાર થઈ હતી. તો પાર્ટીએ નગરપાલિકા અને તાલુકા પંચાયતની 80 ટકા બેઠકો ગુમાવી હતી. આ હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit chavda) એ ઈવીએમ (EVM) પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે હારનું એક કારણ EVMને ગણાવ્યું હતું. હવે EVM મુદ્દે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin patel) એ કોંગ્રેસને જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યુ કે, EVM કમલમમાં બનતા નથી.
EVM મુદ્દે બોલ્યા નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે, ઈવીએમ કમલમમાં બનતા નથી. ભાજપ EVM બનાવતું નથી. અમારી ફેક્ટરી નથી. નીતિન પટેલે કહ્યુ કે, કોંગ્રેસ EVM પર દોષ ઢોળવા કરતા પોતાની ભૂલ સ્વીકારે. કોંગ્રેસ જીતનારને અભિનંદન આપી શકતી નથી અને હાર પચાવી શકતી નથી. નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, પંજાબમાં જીત મળી તો EVM કોઈ બોલ્યું નથી. નિર્જિવ મશીન પર હારનું ઠીકરુ ફોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Congress અધ્યક્ષ માટે અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં, જાણો નેતા વિપક્ષ માટે કોણ છે રેસમાં
કમલમમાં નથી બનાત EVM
કોંગ્રેસના આરોપો પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, EVM મશીન કમલમમાં બનતા નથી. ભાજપ પાસે EVM બનાવવાની ફેક્ટરી નથી. તેમણે કહ્યું કે, પંજાબમાં કોંગ્રેસ જીતી ત્યારે પણ આજ EVM હતા. આ સાથે પટેલે કહ્યુ કે, કોંગ્રેસ હાર પચાવી શકતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે