Donkey Flight: ક્યાં ગયો 2 વર્ષનો માસૂમ, નથી મળી રહ્યો સુરાગ; ડોન્કી રૂટમાં બાળકોનો ઉપયોગ
Donkey Flight News: ગુજરાત પોલીસે બાળકને શોધી કાઢવા અને તેના માતા-પિતા અથવા વાલીઓની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા છે. જોકે, આજદીન સુધી આ મામલે કોઈ સગડ મળી રહ્યાં નથી. પકડાયેલા તમામ એક જ રાગ આલાપી રહ્યાં છે કે તેઓ ફરવા માટે ગયા હતા.
Trending Photos
Donkey Flight Latest News: ગુજરાત પોલીસ માટે પણ આ કેસ પેચીદો બનતો જાય છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. 'ડિંકી'નો ક્રેઝ ફેન્સમાં જબરદસ્ત છે. ફિલ્મમાં ગેરકાયદેસર રીતે વિદેશ જવાની વાર્તા બતાવવામાં આવી છે. દરમિયાન, ફ્રાન્સમાં રોકાયેલી 'ડોન્કી ફ્લાયન્ટ' પર સવાર બે વર્ષના બાળકની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે, ગુજરાત પોલીસે બાળકને શોધીને તેના માતા-પિતા અથવા વાલીઓની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ બાળક માનવ તસ્કરોની જટિલ યોજનાનો ભાગ હતો કે કેમ તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. યુએસ-કેનેડા બોર્ડર પર ત્યજી દેવાયેલા ઘણા બાળકોની જેમ તેને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
નવા વર્ષની પહેલી તારીખ સાથે બદલાઇ ગયા પર્સનલ ફાઇનાન્સ સાથે જોડાયેલા આ 5 નિયમ
શનિનું વર્ષ છે 2024: જાણો કયા કામ કરવાથી થશે ફાયદો, કયા કામ કરવાથી થશે નુકસાન?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાત CIDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે બાળક અને તેના માતા-પિતા અથવા વાલીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે ઉત્તર ગુજરાતમાં ઘણા પરિવારો તેમના ઘર છોડી ગયા છે.' ડંકી ફ્લાઈટમાં 96 સહિત 303 મુસાફરો હતા. નિકારાગુઆ તરફના મુસાફરોને 21 ડિસેમ્બરના રોજ ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા માનવ તસ્કરીની શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા.
નવા વર્ષે સરકારે આપી મોટી ભીટ, 450 રૂપિયામાં મળશે Ujjwala Gas Cylinder
આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન
24 ડિસેમ્બરના રોજ કોર્ટના આદેશ બાદ, મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 276 જ મુંબઈમાં ઉતર્યા હતા. જેમાંથી 72 ગુજરાતના હતા. રિપોર્ટ અનુસાર, સ્વદેશ પરત ફરેલા ભારતીય મુસાફરોની યાદીમાં ગુજરાતમાં 2 ઓગસ્ટ, 2021ના રોજ જન્મેલા બાળકનો પણ સમાવેશ થાય છે, જેની ઓળખ વેટ્રી એરપોર્ટ પર એક એકલા સગીર તરીકે કરવામાં આવી છે.
નવા વર્ષે ભીડમાં જવાનું ટાળો, 7 મહિનામાં પહેલીવાર 1 દિવસમાં 800 ને પાર આંકડો
મારી લો શરત... આખા ગામની ખબર હશે પણ આ ખબર નહી હોય? આટલા સમયમાં બગડી જાય છે પેટ્રોલ
દર વર્ષે હજારો અને લાખો લોકો વિદેશ જવા માટે ‘ડંકી રૂટ’ની ગેરકાયદેસર પદ્ધતિ અપનાવે છે. આ ખૂબ જ ખતરનાક છે. નક્કી કરેલા સ્થાન પર પહોંચવાની કોઈ ગેરંટી હોતી નથી. ઘણી વખત લોકો મૃત્યુ પણ પામે છે અને જો કોઈ ત્યાં પહોંચે તો પણ ઘણી વખત તેને પાછો મોકલી દેવામાં આવે છે અથવા જેલમાં ધકેલી દેવામાં આવે છે. ડંકી રૂટ દ્વારા દર વર્ષે પંજાબ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાંથી યુવાનો અમેરિકા, બ્રિટન કે કેનેડા પહોંચે છે. આ એવા યુવાનો છે જેઓ સારા જીવનની શોધમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે. મોટાભાગના યુવાનો અમેરિકા તરફ વળે છે.
આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન
1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો, તાત્કાલિક વાંચી લો, નહીંતર પડશે મુશ્કેલીઓ
ફ્રાન્સ ડિપોટ કરાયેલા લોકોમાં 21 ગુજરાતી પણ હતા, જેઓ મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠાના છે. આ તમામની વિગત CID ક્રાઈમ પાસે છે અને તેમની ટીમ દ્વારા આ જિલ્લાઓનાં ગામમાં જઈને તેમનાં ઘરે પૂછપરછ કરવામાં આવી છે. એટલું જ નહીં, મોટા ભાગના લોકોનાં નિવેદન પણ પૂર્ણ થઈ ગયાં છે. તમામ કહે છે કે અમે ફરવા માટે ગયા હતા, પરંતુ મોટી વાત એ છે કે જે લોકો નિકારાગુઆ માટે ગયા હતા એમાં કેટલાક લોકોનાં ઘર પણ પાકાં નથી. એટલે ઘણી શંકા ઊભી થઈ રહી છે.
જાન્યુઆરીમાં આ 3 રાશિવાળાની નિકળી શકે છે લોટરી, આ ગ્રહોની કૃપાથી થશો માલામાલ
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી
બાળકોને શા માટે મોકલવામાં આવે છે?
ગુજરાતમાં મહેસાણા અને ગાંધીનગરથી ગેરકાયદેસર સ્થળાંતરની વ્યવસ્થા કરનારા એજન્ટો ઘણીવાર નકલી પરિવારો બનાવે છે. આમાં અજાણ્યા લોકો કોઈ બીજાના બાળકોને સાથે લઈ જાય છે જેથી કરીને તેઓ પોતાની જાતને કપલ તરીકે રજૂ કરી શકે. આમ કરવાનો હેતુ અમેરિકન આશ્રય મેળવવાની તકો વધારવાનો છે. સૂત્રોએ કહ્યું, 'બાળકો સાથેના યુગલોને યુએસમાં આશ્રય મળવાની શક્યતા વધુ છે.' તપાસમાં જાણવા મળ્યું કે બે વર્ષના બાળક ઉપરાંત, એક 10 વર્ષનો છોકરો અને બે 17 વર્ષના છોકરાઓનો સમાવેશ થાય છે. ફ્લાઇટમાં તેઓ એકલા મળ્યા હતા.
કરોડપતિમાંથી રોડ પર રખડતા કરી દેશે તમારી આ 3 ખરાબ ટેવો, ક્યારેય ટકશે નહી લક્ષ્મી
નવા વર્ષે સરકારે આપી મોટી ભીટ, 450 રૂપિયામાં મળશે Ujjwala Gas Cylinder
રિપોર્ટ અનુસાર, યુએસ કસ્ટમ્સ અને બોર્ડર સુરક્ષાના ડેટા ચિંતાજનક વલણ દર્શાવે છે. માહિતી અનુસાર, 2020થી 2023 વચ્ચે 730 ભારતીય બાળકો યુએસ બોર્ડર પર ત્યજી દેવામાં આવ્યા હતા. ડેટા પણ 2020 પછી 233% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આમાંના મોટાભાગના બાળકોની ઉંમર 10 થી 14 વર્ષની વચ્ચે છે, પરંતુ એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમાં ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો ત્યજી દેવામાં આવ્યા હતા. એકલા ઓક્ટોબર 2023 માં 78 બાળકો સરહદો પર મળી આવ્યા હતા, જેમાં 73 મેક્સિકો બોર્ડર પરનો સમાવેશ થાય છે, જેને 'ડોન્કી રૂટ' તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પાંચ કેનેડા બોર્ડર પર મળી આવ્યા હતા.
નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે