અમદાવાદ: અધિકારીઓ માટે એએમસી બિલ્ડીંગમાં શાષકોની જાણ વિના જ બન્યું જિમ્નેઝિઅમ
મ્યુનિસિપલ કર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનીધીઓના અધિકારીઓ દ્વારા કોલ રિસીવ ન કરવાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં વહીવટી અધિકારીઓ માટે એએમસી બિલ્ડીંગમાં શાષકોની જાણ બહાર જ જિમ્નેઝિઅમ બનાવાનું શરૂ કરી દેવાતા મામલો ગરમાયો છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મ્યુનિસિપલ કર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનીધીઓના અધિકારીઓ દ્વારા કોલ રિસીવ ન કરવાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં વહીવટી અધિકારીઓ માટે એએમસી બિલ્ડીંગમાં શાષકોની જાણ બહાર જ જિમ્નેઝિઅમ બનાવાનું શરૂ કરી દેવાતા મામલો ગરમાયો છે. આ અંગે મેયરને જાણ થતા તેઓએ તત્કાલીક જિમ્નેઝિઅમનું કામ રોકાવીને તેને તાળુ મરાવી દીધુ છે. નોંધનીય છે કે, નવુ બની રહેલુ જિમ્નેઝિઅમ ફક્ત અધિકારીઓના વપરાશ માટે બની રહ્યુ હતુ, અને તે અંગે શાષકોને જાણ સુધ્ધા કરવામાં આવી ન હતી.
ફોટોગ્રાફ્સમાં જોવાતુ આ જીમ્નેશ્યમ હાલમાં બન્યુ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકો અને વહીવટી અધિકારીઓ વચ્ચેના મોટા વિવાદનું કારણ. વિવિધ બાબતોને લઇને અધિકારીઓ અને શાષકો વચ્ચે ચાલતુ શિત યુધ્ધ, જિમ્નેઝિઅમની મંજૂરીના મામલે સપાટી પર આવી ગયુ છે. જેમાં મેયરે સ્પષ્ટ જણાવ્યુ છે કે, શાષકો જ્યા બેસે છે એજ બિલ્ડીંગમાં આવી રીતે ફક્ત અધિકારીઓ માટે જિમ્નેઝિઅમ બનાવવા અંગેની અમારી કોઇજ મંજૂરી નથી લેવાઇ, કે નથી કોઇ માહિતી આપવામાં આવી.
ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની ગાડી પર બે શખ્સોએ કર્યો હુમલો
આ મામલો મારા ધ્યાનમાં આવતા આ કામગીરી બંધ કરાવીને તેને તાળુ મારી દીધુ છે. અને મ્યુસિનિપલ કમિશ્નરના વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ આ અંગે મોટો નિર્ણય કરવામાં આવશે. નોંધનીય છે કે, અધિકારીઓ દ્વારા જનપ્રતિનીધીઓ ફોન ન ઉપાડવાના મામલે તો કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા જ છે. પરંતુ હવે ભાજપના શાષકોની જાણ બહાર આ રીતે ફક્ત અધિકારીઓ માટેનું જિમ્નેઝિઅમ બનાવી દેવાના મામલે પણ કોંગ્રેસે ભાજપને ઘેર્યો છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે