સરકારી કચેરીઓમાં ચાલતા ગળાડૂબ ભ્રષ્ટાચાર અંગે ZEE24કલાક પૂછે છે આ સળગતા સવાલ, શું સરકાર પાસે છે જવાબ?
ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી છે ખોખલી સિસ્ટમની વરવી વાસ્તવિકતા. ત્યારે કેમેરા સામે એજન્ટોની કબુલાત અને અધિકારીઓના ઉડાઉ જવાબો, સત્તાધીશોની વિકાસની વાત અને વિરોધ પક્ષ કહે છે અમે વિરોધ કરીશું...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સરકારી કચેરીઓની બહાર માખીઓની જેમ મંડરાઈ રહ્યા છે એજન્ટો. અરજદાર આવ્યો કે તેની ટ્રેપમાં ફસાયો નથી. જો અરજદાર પોતાની રીતે કામ કરાવવા જાય તો તેનાં ચપ્પલ ઘસાઈ જશે પણ ઑફિસમાં બેઠા બેઈમાન બાબુઓ તેનું કામ નહીં પૂરું કરી આપે. પરંતુ જો આ ભ્રષ્ટ બાબુઓ માટે કામ કરતા એજન્ટ પાસે જશો તો ચપટીમાં તમારો રસ્તો આસાન બની જશે. સરકારની આંખોમાં ધૂળ નાખતા ભ્રષ્ટાચારીઓ કેવી રીતે પારદર્શક વહીવટના નારાને ખોખલો કરી રહ્યા છે.
ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી છે ખોખલી સિસ્ટમની વરવી વાસ્તવિકતા. ત્યારે કેમેરા સામે એજન્ટોની કબુલાત અને અધિકારીઓના ઉડાઉ જવાબો, સત્તાધીશોની વિકાસની વાત અને વિરોધ પક્ષ કહે છે અમે વિરોધ કરીશું...આ બધું જ પહેલાંથી જ ચાલ્યાં કરે છે. આઓ ભાઈ આઓ...આપણે બે ભાઈ સરખાં...કંઈક આવા જ ઘાટ હાલ ગુજરાતની દરેક સરકારી કચેરીના છે. જ્યાં કામ કરાવવા માટે સામાન્ય જનતાએ 30 રૂપિયાની ફી વાળા કામના 3 હજાર અને 5 હજાર રૂપિયા ચુકવવા પડે છે. આ મુદ્દાને લઈને ઝી24કલાક પૂછી રહ્યું છે અનેક સવાલો...સવાલોની આ વણઝાર સરકાર અને સત્તાધીશો માટે છે. શુશાસનની વાતો કરતી અને વિકાસની ગુલબાંગો પોકારતી ગુજરાતની ભાજપ સરકાર પાસે આ સવાલોનો કોઈ જવાબ છે ખરાં?
ઝી24કલાક સરકાર અને સત્તાધીશોને પૂછે છે સવાલઃ
કેમ સરકારી કચેરીઓમાં ચાલી રહ્યું છે એજન્ટોનું રાજ?
સરકારી કચેરીઓમાં કયા સાહેબોએ રોક્યા છે પોતાના એજન્ટ?
સરકારી કચેરીઓમાં કયા સાહેબો માટે કામ કરી રહ્યા છે એજન્ટ?
જનતાને હેરાન કરવાની છૂટ આ અધિકારીઓને કોણે આપી?
કયા ભ્રષ્ટ અધિકારીઓ એજન્ટ રાજને આપી રહ્યા છે પ્રોત્સાહન?
કયા ભ્રષ્ટ બેઈમાન બાબુઓ ગુજરાતની જનતાને કરી રહ્યા છે હેરાન?
કેમ સરકારી કચેરીઓ બની ગઈ છે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો?
કોણે સરકારી કચેરીઓને બનાવી દીધી છે ભ્રષ્ટાચારનો અડ્ડો?
કયા કયા સાહેબો ખોટી રીતે કાઢી આપે છે આધારકાર્ડ?
સરકારી કચેરીઓમાં કયા ભ્રષ્ટ અધિકારીઓનું ચાલી રહ્યું છે રાજ?
રાશનકાર્ડ કઢાવવા માટે કયા સાહેબો નકલી પુરાવા પણ રાખે છે માન્ય?
કેમ આવકના દાખલા માટે જનતાને ગરમ કરવું પડે છે સાહેબનું ખિસ્સું?
કયા ભ્રષ્ટ અધિકારીઓ બનાવી આપે છે ખોટી રીતે આયુષ્માન કાર્ડ?
મહિલાઓને વિધવા પેન્શન યોજનાનો લાભ આપવા માટે કોણ લે છે પૈસા?
સરકારી દસ્તાવેજો માટે કેમ સરકારી બાબુઓ લોકોને ખવડાવે છે ધક્કા?
મામલતદાર કચેરીઓમાં કોની રહેમ નજર હેઠળ ચાલે છે એજન્ટ રાજ?
વડોદરાના નર્મદા ભુવનમાં કયા સાહેબો માટે કામ કરી રહ્યા છે એજન્ટો?
સમા, અકોટા અને નર્મદા ભવનમાં કયા ભ્રષ્ટ બાબુઓનું ચાલે છે રાજ?
કચેરીઓમાં કોની રહેમનજર હેઠળ લૂંટાઈ રહી છે ગુજરાતની જનતા?
3500થી 4500 રૂપિયામાં કોણ ખોટી રીતે કાઢી આપે છે રેશનકાર્ડ?
સરકારી કામ માટે કેમ જનતાને ખાવા પડે છે વારંવાર ધક્કા?
રાજ્ય સરકારના સુશાસનના સંકલ્પને કોણ બનાવી રહ્યું છે નિષ્ફળ?
પારદર્શક વહીવટના નામે કચેરીઓમાં કોણ ચલાવી રહ્યું છે ઉઘાડી લૂંટ?
જનતા ફરિયાદ કરે ત્યારે જ કેમ ACBની ટીમો ગોઠવે છે છટકું?
કેમ દરેક કચેરીઓમાં જાતે જ રિયાલિટી ચેક નથી કરતી ACB?
સરકારી કચેરીઓમાં કોણ છે જાડી ચામડીના અધિકારીઓ?
સંવેદનશીલ સરકારમાં કોણ ચૂસી રહ્યું છે સામાન્ય જનતાનું લોહી?
પારદર્શક વહીવટના નામે કોણ પાર પાડે છે બારોબાર વહીવટ?
ચૂંટાયેલા ધારાસભ્યોને કેમ નથી દેખાતો અધિકારીઓનો ભ્રષ્ટાચાર?
સરપ્રાઈઝ વિઝિટ કરતા મંત્રીઓને કેમ નથી દેખાતો આ ભ્રષ્ટાચાર?
કોના માટે કામ કરે છે ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને તેમના એજન્ટો?
પૂરતા પુરાવા વગર જ કોણ બનાવી રહ્યું છે સરકારી દસ્તાવેજ?
વડોદરાના જિલ્લા કલેક્ટર એ. બી. ગોરને કેમ નથી દેખાતા એજન્ટો?
ભ્રષ્ટાચાર આચરીને કોણ તોડી રહ્યું છે ગુજરાતની જનતાનો ભરોસો?
કેમ મજબૂત સરકાર પણ ભ્રષ્ટ અધિકારીઓને નથી કરતી ઘર ભેગા?
જનતાને લૂંટતા એજન્ટો કયા સાહેબોને ફોડીને કરાવી આપે છે કામ?
કોની મહેરબાનીથી ચાલી રહી છે સરકારી કચેરીઓમાં લૂંટશાહી?
કયા ભ્રષ્ટ અધિકારીઓના પાપે લાચાર જનતાને ઘસવાં પડે છે ચપ્પલ?
કેમ સરકારી કચેરીઓનાં પગથિયાં ઘસી નાખો તોય નથી થતાં કામ?
અધિકારી અને કર્મચારીઓના ભ્રષ્ટ રાજથી જનતાને ક્યારે મળશે મુક્તિ?
જનતાની સેવા માટે કામ કરતા બાબુઓ કેમ ખાઈ રહ્યા છે મેવા?
આવા ભ્રષ્ટાચારીઓ પર સરકાર ક્યારે ચલાવશે સજાનું બુલડોઝર?
ભ્રષ્ટાચાર આચરીને કયા બાબુઓ કરી રહ્યા છે પોતાનો વિકાસ?
ZEE 24 કલાકના ઓપરેશન એજન્ટ રાજ બાદ તંત્ર થયું દોડતું-
ZEE 24 કલાકના ઓપરેશન એજન્ટ રાજની સરકારે લીધી ગંભીર નોંધ લીધી. ZEE 24 કલાકના ઓપરેશન એજન્ટ રાજના ગાંધીનગરમાં પડઘા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું અમે કડક કાર્યવાહી કરીશું. વચેટિયાઓ અંગે તપાસ કરીશું. સીધી સેવાઓનો લાભ લોકો સુધી પહોંચવા નથી દેતા તેવા લોકો સામે પગલાં લઈશું. કેટલાક લોકોને ખબર નથી હોતી તેથી આવા લોકોનો શિકાર બને છે. અમે આવા લોકોને ઝડપવાની કામગીરી કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે