પાછી ઠેલાશે ધો.9થી 12ની પરીક્ષા, જાણો ગુજરાત શિક્ષણ બોર્ડે કેમ લેવો પડ્યો સૌથી મોટો નિર્ણય?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા યોજવાની હતી.
Trending Photos
ગાંધીનગર: પીએમ મોદીની પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ હોવાના કારણે ગુજરાતમાં ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા પાછી ઠેલાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા યોજવાની હતી. પરંતુ હવે પ્રિલિમનરી પરીક્ષા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીના રોજ યોજવા આદેશ છૂટ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.9થી 12ના વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. જે મુજબ પ્રિલિમનરી પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ યોજવાની હતી. પરંતુ હવે પાછી ઠેલાતા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીના શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે