ફરી એકવાર ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાનને આપી મ્હાત, કચ્છ પાસે પકડ્યું 500 કરોડનું ડ્રગ્સ
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :પાકિસ્તાન તરફથી આવતા ડ્રગ્સનો ફરી પર્દાફાશ થયો છે. ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ ઝડપીને આશરે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી અલમદીના નામની બોટને જપ્ત કરવામાં આવી છે. આ બોટમાં ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના કરાંચીથી આ બોટ નીકળી હતી અને અંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી બોટને કચ્છના જખૌ બંદરેથી પકડી લેવામાં આવી હતી. બોટમાં સવાર 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડના અધિકારીએ જણાવ્યું કે, 19મે કોઈ બોટમાં નશીલો પદાર્થ લાવવામાં આવવાનો હોવાની બાતમી મળી હતી. જે બાદ બે દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. પોરબંદરથી એક ડોર્નિયર એરક્રાફ્ટને પણ આ ઓપરેશનમાં સામેલ કરાયું હતું અને આખરે બે ભારતીય ઈન્ટરસેપ્ટર બોટની મદદથી પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી. ઝડપાયું ડ્રગ્સ હેરોઈન હોવાની શક્યતા છે.
આમ, ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની માછીમારી હોડીને આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સીમા રેખાથી આજે ભારતીય જળની અંદર, શંકાસ્પદ નાર્કોટિક પદાર્થોમાંથી 194 પેકેટોની ધરપકડ કરી હતી. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે બીજીવાર આવી ઘટના બની છે. અગાઉ માર્ચ મહિનામાં કોસ્ટ ગાર્ડે 100 કિલો હેરોઈન પક્ડયું હતું. સવારે નવ વાગ્યે કોસ્ટ ગાર્ડની બોટે અલ મદિના નામની બોટને પકડી પાડી હતી. બોટમાં 6 પાકિસ્તાની ક્રુ સવાર હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે